Movie Review: ‘ધ ગાઝી એટેક’

પીવીપી સિનેમા, મેટિની એન્ટરટેઇન્મેન્ટ, એએ ફિલ્મ્સ અને ધર્મા પ્રોડક્શન્સના બેનર હેઠળ બનેલી નિર્દેશક સંકલ્પની ફિલ્મ ‘ધ ગાઝી એટેક’માં રાણા દગ્ગુબાટી, તાપસી પન્નુ, કે. કે. મેનન અને અતુલ કુલકર્ણી જેવા કલાકારો છે. આ ફિલ્મ ૧૯૭૧માં થયેલા ભારત-પાકિસ્તાન યુદ્ધની સત્ય ઘટનાઓથી પ્રેરિત છે. આ કહાણી ભારતીય જહાજ એસ-૨૧ના કાર્યકારી નૌસેના અધિકારી અને તેમની ટીમ અંગે છે, જે ૧૮ દિવસ સુધી પાણીની નીચે રહ્યા હતા.

ફિલ્મ એ રહસ્યમયી પરિસ્થિતિઓની તપાસ કરે છે, જેના કારણે પીએનએસ ગાઝી ૧૯૭૧માં વિશાખાપટ્ટનમના તટ પર ડૂબી ગયું હતું.  આ એક પાણીની નીચે રહેવાના સાહસ અને ભારતીય જહાજ એસ-૨૧માં સવાર લોકોની દેશભક્તિની કહાણી છે, જેમણે તે પાકિસ્તાની જહાજ ટીએનએસ ગાઝીને નષ્ટ કર્યું હતું, જે જહાજ ભારતીય જળસીમામાં આઇએલએસ વિક્રાંતને નષ્ટ કરવા આવ્યું હતું. •
http://sambhaavnews.com/

You might also like