OMG! જર્મની બનાવશે વોલોકોપ્ટર અને ડ્રોન જેવાં ઈલેક્ટ્રિક હેલિકોપ્ટર

લંડન: આગામી દિવસોમાં ઉબેર જેવી હવાઈ સેવા પણ હવે શરૂ કરવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. ટૂંક સમયમાં જ આ વાસ્તવિકતા બની જશે. ઇન્ટેલ કોર્પના નેતૃત્વમાં જર્મનની સ્ટાર્ટઅપ કંપની વોલોકોપ્ટર અને અન્ય મળીને હવે ડ્રોન જેવા ઇલેક્ટ્રિક હેલિકોપ્ટર બનાવવા જઈ રહ્યા છે જે શહેરના અવકાશમાં યાત્રિકોને પ્રવાસ કરાવશે આના કારણે સસ્તામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાની તક મળશે. હવે આકાશમાં પણ ઉબેર જેવી સેવા લોકોને મળી શકશે.

કંપની માને છે કે, આગામી ત્રણથી પાંચ વર્ષમાં કંપની તેની પ્રથમ કોમર્શિયલ ટ્રીપની શરૂઆત કરશે. આ માટે જર્મન સ્ટાર્ટઅપ દ્વારા તૈયારી શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત ફ્લાઇંગ ટેક્સીના નિર્માણની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.જેમાં શહેરી છતો પર પણ વિમાન ઉતરાણ કરશે.
દુબઈ અને લાસવેગાસમાં ટેસ્ટ ફ્લાઇટની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવ્યા બાદ આવી સેવાની શરૂઆત કરવામાં આવશે. લાઈન ટેક્સીના નિર્માણને ગતિ આપવા માટે ૧૦૦ મિલિયન ડોલર ઊભા કરવાની તૈયારી ચાલી રહી છે. વોલોકોપ્ટરની ફંડ એકત્રિત કરવા માટે હાલના રોકાણકારો અને નવા રોકાણકારો સાથે વાતચીત ચાલી રહી છે.

ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ફ્લોરિયને કહ્યું છે કે, અમે આ દિશામાં આગળ વધી રહ્યા છે. અમે વિશ્વમાં પ્રથમ કોમર્શિયલ એર ટેક્સી સેવા શરૂ કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે. લેરીપેજના ટેકામાં સ્ટાર્ટઅપની યોજના ચાલી રહી છે. વિમાન બનાવતી મહાકાય કંપની બોઇંગમાંથી પણ લોકોની મદદ લેવામાં આવી છે.

રોબોટિક ટેક્સી તરીકે આ વિમાનનો ઉપયોગ કરવામાં આવશે. શહેરી છતો ઉપર આ રોબોટિક ટેક્સી ઉતરાણ કરી શકશે. ટ્રાફિકને ટાળવા માગતા લોકોને ફાયદો થશે. વોલોકોપ્ટર સ્ટેરોઇડ ઉપર ડ્રોન જવા વિમાન તરીકે છે. તેમાં ૧૮ રોટર્સ અને બે સીટો છે. વોલોકોપ્ટર ચાર સીટો સાથે આગળ વધશે.

You might also like