CBIના પૂર્વ વડા તેમજ મોઈન કુરેશી સામે ભ્રષ્ટાચારના મામલે એફઅાઈઅાર દાખલ

નવી દિલ્હીઃ  રંજિત સિંહા બાદ સીબીઆઈના વધુ એક પૂર્વ વડા ભ્રષ્ટાચારના મામલામાં ફસાઈ ગયા છે. સીબીઆઈના પૂર્વ વડા એ.પી.સિંહે માંસ નિર્યાતક મોઈન કુરેશી સાથે મળીને આરોપીઓને મદદ કરવાના આરોપસર સીબીઆઈએ સિંહ અને કુરેશી સહિત અન્ય આરોપીઓને ત્યાં દરોડા પાડ્યા છે. આ અગાઉ સુપ્રીમ કોર્ટ સીબીઆઈને પૂર્વ વડા રંજિત સિંહા સામે તપાસનો આદેશ આપી ચુકી છે. તેમના પર કોલસા કૌભાંડના આરોપીઓ સાથે મિલીભગતનો આરોપ છે.
પ્રવર્તન નિદેશાલય(ઈડી)એ મોઈન કુરેશી અને એ.પી.સિંહ વચ્ચે સાઠગાંઠના સાક્ષી તરીકે બ્લેકબેરી મેસેજ આપ્યો હતો. ઈડીને મોઈન કુરેશી સાથે એ.પી.સિંહની વાતચીતના કુલ 25 બ્લેકબેરી ફોનથી કરાયેલા મેસેજ મળ્યા હતા. તેમાંથી ત્રણ મેસેજ તે સમયના છે.

જ્યારે સિંહ સીબીઆઈના વડા હતા. સીબીઆઈને આશંકા છે કે અનેક કેસમાં તેમણે કુરેશી સાથે મળી આરોપીઓને મદદ કરી હશે. હવે આ અંગે તપાસ ચાલી રહી છે. સીબીઆઈના એક અધિકારીએ જણાવ્યું કે લગભગ બે મહિના પહેલા ઈડીએ કુરેશી સાથે અધિકારીઓની મિલીભગતની તપાસ માટે જણાવ્યું હતું. ઈડીએ જે અધિકારી સામે શંકા વ્યકત કરી હતી તેમાં રંજિત સિંહા અને એ.પી.સિંહનું નામ સામેલ હતું. તેના આધારે કુરેશી અને સિંહ તેમજ હૈદરાબાદના ઉદ્યોગપતિ પ્રદીપ કોનેરૂ સહિત અજાણ્યા વ્યકિત સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એફઆઈઆરમાં રંજિત સિંહાનું નામ સામેલ નથી. પણ તેમની સાથે કુરેશીની સાઠગાંઠ અંગે તપાસ કરવામાં આવી રહી છે.

http://sambhaavnews.com/

You might also like