1 ડીસેમ્બરથી ન્યૂઝીલૅન્ડ-વિન્ડીઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ

વેલિંગ્ટન: ન્યૂઝીલૅન્ડ અને વિન્ડીઝ વચ્ચે આવતી કાલથી બે ટેસ્ટની શ્રેણીની પ્રથમ મૅચ (ભારતીય સમય મુજબ વહેલી સવારે ૩.૩૦થી) શરૂ થશે. કેન વિલિયમસનના નેતૃત્વમાં રમનારી કિવીઓની ટીમમાં પેસ બોલર ટિમ સાઉથી પ્રથમ ટેસ્ટમાં નહીં રમે, કારણ કે તેની પત્ની બ્રેયા બીજા બાળકને જન્મ આપવાની છે. તેમને એક પુત્ર છે જે પાંચ વર્ષનો છે અને તેનું નામ કૂપર છે.

સાઉથીના સ્થાને ટીમમાં બૅટ્સમૅન જ્યૉર્જ વર્કરનો સમાવેશ કરાયો છે. ન્યૂઝીલૅન્ડની ટીમમાં મુખ્યત્વે ટ્રેન્ટ બૉલ્ટ, કૉલિન ડી’ગ્રૅન્ડહોમ, ટૉમ લેથમ, મૅટ હેન્રી, હેન્રી નિકોલ્સ, જીત રાવલ, મિચલ સૅન્ટનર, રૉસ ટેલર અને બી. જે. વૉટલિંગનો સમાવેશ છે. ફાસ્ટ બોલર લૉકી ફર્ગ્યુસન કદાચ કરિયરની શરૂઆત કરશે. વેસ્ટ ઇન્ડિઝની ટીમની કૅપ્ટન્સી જેસન હોલ્ડર સંભાળશે. વિકેટકીપર શાઇ હોપ, કીમાર રૉચ, રૉસ્ટન ચેઝ, જર્મેઇન બ્લૅકવૂડ, દેવેન્દ્ર બિશૂ અને ક્રેગ બ્રેથવેઇટ આ ટીમના મુખ્ય ખેલાડીઓ છે.

You might also like