CSK-SRH વચ્ચે ફાઇનલ રમાશે?: આંકડા તો કંઈક આવું જ કહે છે

મુંબઈઃ આઇપીએલ-૧૧ રોમાંચક તબક્કામાં પહોંચી ગઈ છે. ગત ૨૨ મેએ ક્વોલિફાયર-૧માં ચેન્નઈ સુપર કિંગ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને બે વિકેટે હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવી લીધું. હવે વારો છે બીજી ટીમના ફાઇનલ પ્રવેશનો.

આજે રાત્રે ૭.૦૦ વાગ્યે ક્વોલિફાયર-૨માં કોલકાતા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ ટકરાવાની છે. આજની મેચમાં જે ટીમ જીતશે તે ફાઇનલમાં પહોંચી જશે. જો જૂના આંકડા પર નજર કરીએ તો સાબિત થાય છે કે ક્રિકેટ ચાહકોને ચેન્નઈ-કેકેઆર વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ૨૭ મેએ ફાઇનલ મુકાબલો જોવા મળે તેવી શક્યતા છે.

હૈદરાબાદ પર ભારે પડે છે કેકેઆર
કેકેઆર અને હૈદરાબાદ વચ્ચે અત્યાર સુધીમાં કુલ ૧૪ મેચ રમાઈ ચૂકી છે, જેમાં કોલકાતાના ધૂરંધરો હૈદરાબાદ પર ભારે પડતા નજરે પડ્યા છે. કેકેઆર ૧૪માંથી નવ મેચ, જ્યારે હૈદરાબાદ પાંચ મેચ જીતી શક્યું છે. આ ઉપરાંત કેકેઆરના કેપ્ટન દિનેશ કાર્તિકને આજની મેચમાં એક સૌથી મોટો ફાયદો થવાનો છે, કારણ કે તેની ટીમ પોતાના હોમગ્રાઉન્ડ પર રમી રહી છે.

કેકેઆરની ટીમે ઈડન ગાર્ડન્સ પર અત્યાર સુધી છ મેચ રમી છે, જેમાંથી પાંચ મેચ જીતી લીધી છે. હૈદરાબાદ કોલકાતામાં ફક્ત એક જ મેચ જીતી શક્યું છે, જે વર્તમાન સિઝનમાં ૧૪ એપ્રિલે રમાઈ હતી. તેણે એ મેચમાં પાંચ વિકેટે કેકેઆરને પરાજય આપ્યો હતો.

નબળો સાબિત થયો છે હૈદરાબાદનો બેટિંગ ક્રમ
હૈદરાબાદ માટે મહત્ત્વપૂર્ણ વાત એ છે કે તેણે પોતાના બેટિંગ ક્રમ પર ધ્યાન આપવું પડશે. ફક્ત બોલર્સ પર નિર્ભર ના રહેવું જોઈએ. તેનો બેટિંગ ક્રમ અત્યાર સુધી નબળો સાબિત થયો છે. કેપ્ટન વિલિયમ્સન (૬૮૫ રન) અને શિખર ધવન (૪૩૭) પર જ ટીમની બેટિંગ નિર્ભર રહે છે.

બીજી તરફ કેકેઆર પાસે કેપ્ટન દિનેશ કાર્તિક (૪૯૦ રન), ક્રિસ લીન (૪૪૩ રન), રોબિન ઉથુપ્પા (૩૪૯ રન), સુનીલ નરૈન (૩૩૧ રન) શુભમન ગિલ અને આન્દ્રે રસેલના રૂપમાં જબરદસ્ત બેટ્સમેન છે. જ્યારે બોલિંગમાં સુનીલ નરૈન (૧૬ વિકેટ), કુલદીપ યાદવ (૧૫), પિયૂષ ચાવલા (૧૩ વિકેટ), આન્દ્રે રસેલ (૧૩ વિકેટ) જેવા શાનદાર બોલર છે.

divyesh

Recent Posts

મ્યાનમારમાં ઉગ્રવાદી કેમ્પ પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’ની તૈયારી

નવી દિલ્હીઃ મ્યાનમારમાં ત્રાસવાદીઓની છાવણીઓ પર સર્જિકલ સ્ટ્રાઈક કરવાની તૈયારી ચાલી રહી હોવાનું જાણવા મળે છે. ઈન્ટેલિજન્સ એજન્સી સૂત્રોનાં જણાવ્યાં…

44 mins ago

પ્રથમ ટ્રાયલમાં જ T-18 ટ્રેન ફેલ, કેટલાંય પાર્ટ્સ સળગીને થયાં ખાખ

ચેન્નઈઃ ભારતીય રેલ્વેની મહત્ત્વાકાંક્ષી ઈન્ટરસિટી ટ્રેન પ્રોજેક્ટ ટી-૧૮ ટ્રેન તેની પ્રથમ ટ્રાયલમાં જ ફેલ ગઈ છે. ચેન્નઈનાં જે ઈન્ટીગ્રલ કોચ…

1 hour ago

બે પ્રેગ્નન્સી વચ્ચેનો ગાળો ૧૨થી ૧૮ મહિનાનો હોવો જરૂરી

બાળકને ગર્ભમાં ઉછેરવાનાં કારણે માના શરીરમાં કેટલાક બદલાવ આવે છે. આવા સમયે બે બાળકો વચ્ચેનો ગાળો કેટલો હોવો જોઈએ એ…

1 hour ago

લાકડાનો ધુમાડો પુરુષો અને સ્ત્રીઓ બંને પર કરે છે જુદી-જુદી અસર

લાકડાનાં ધુમાડાથી સ્ત્રીઓ અને પુરુષોનાં શરીરમાં અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ ઊઠે છે. અભ્યાસર્ક્તાઓએ સ્ત્રી-પુરુષ વોલન્ટિયર્સનાં એક ગ્રૂપને પહેલાં લાકડાનો ધુમાડો ખવડાવ્યો…

2 hours ago

વાઇબ્રન્ટ સમિટ: સ્થાનિક-વિદેશી ઇન્વેસ્ટર્સ વીડિયો કોન્ફરન્સ કરશે

ગુજરાત સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન જાન્યુઆરી માસમાં યોજવામાં આવી રહ્યું છે. આ વર્ષે પહેલી વાર સરકાર વાઇબ્રન્ટ…

2 hours ago

કારમાં આવેલાં અજાણ્યાં શખ્સોએ છરી બતાવી યુવકને લૂંટી લીધો

અમદાવાદઃ શહેરનાં શાહીબાગ વિસ્તારમાં બે દિવસ પહેલાં મોડી રાતે એક વિદ્યાર્થીને છરી બતાવીને ૮પ હજારની લૂંટ ચલાવતા ત્રણ શખ્સો વિરુદ્ધમાં…

3 hours ago