Categories: India

ફિલ્મ ઉદ્યોગે અા વર્ષે કમાણી નહીં, નુકસાન કર્યું

નવી દિલ્હી: દર વર્ષે લગભગ ૧,૦૦૦ ફિલ્મો બનાવનાર ભારતીય ફિલ્મ ઉદ્યોગ માટે પાઇરસી એક જખમ સમાન બનતી જાય છે. અા કારણે તેણે કમાણી કરતાં વધુ પૈસા ગુમાવવા પડ્યા છે. અાવકના કાયદેસર સ્રોત સિનેમાઘરમાં સ્ક્રી‌િનંગ, વીડિયો અને ટીવી રાઈટ્સથી દર વખતે ૧૩,૪૨૮ કરોડ રૂપિયાની અાવક થાય છે જ્યારે પાઇરસીના કારણે તેણે ભારે નુકસાન સહન કરવું પડ્યું છે.

કમાણી કરતાં ૩૫ ટકા વધુ એટલે કે ૧૮,૧૨૭ કરોડ રૂપિયા ગુમાવવા પડ્યા છે. અભિનેતા શાહરુખ ખાનની પ્રોડક્શન કંપની રેડ ચિલી એન્ટરટેઈનમેન્ટ પણ ગયા વર્ષે પાઇરસીનો શિકાર થઈ હતી. તેની ફિલ્મ ‘દિલવાલે’અે બોક્સ અોફિસ પર ૧૪૮ કરોડની કમાણી કરી હતી, પરંતુ ફિલ્મ રિલીઝ થવાના એક જ દિવસ પહેલાં તેનું પાઇરેટેડ વર્ઝન બજારમાં અાવી ગયું હતું. તેની અસર તેની કમાણી પર પડી અને પાઇરેટેડ વર્ઝનની તેના કરતાં વધુ અાવક થઈ.

તાજેતરમાં ‘ગ્રેટ ગ્રાન્ડ મસ્તી’, ‘કબાલી’, ‘ઊડતા પંજાબ’ જેવી ફિલ્મોઅે પણ અા સ્થિતિનો સામનો કરવો પડ્યો. મોશન પિક્ચર ડિસ્ટ્રિબ્યૂટર અેસોસિયેશનના પ્રબંધ નિર્દેશક ઉદયસિંહે જણાવ્યું કે ફિલ્મજગતમાં પાઇરસીની શરૂઅાત થિયેટરથી થાય છે. ૯૦ ટકા ફિલ્મો તેનો શિકાર થાય છે. ફિલ્મ રિલીઝ થવાના થોડાજ કલાકોમાં પાઇરેટેડ વર્ઝન અોનલાઈન થઈ જાય છે. ફિલ્મ ઉદ્યોગને દર વર્ષે પાઇરસીના કારણે ૧૮,૦૦૦ કરોડ રૂપિયા અને ૬૦,૦૦૦ નોકરીઅોનું નુકસાન થાય છે.

જાણીતા ફિલ્મકાર અનુરાગ બાસુઅે જણાવ્યું કે વિશ્વ બૌદ્ધિક સંપત્તિ સંગઠને પણ પોતાના મેગેઝિનમાં અા અાંકડાનો ઉલ્લેખ કર્યો છે. તેણે લોકોને અે સમજાવવાની જરૂર પડી છે કે પાઇરસી અપરાધ છે. કેટલાક પ્રતિબંધ છતાં પણ પાઈરસી ખૂબ જ ઝડપથી વધી રહી છે.

Navin Sharma

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

1 day ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

1 day ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

1 day ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

1 day ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

1 day ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

1 day ago