OMG! દારૂના નશામાં ભાઈ બીજાના ઘરમાં જઈને સૂઈ ગયા

સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરના સાઉથ લનાર્કશર નામના પરામાં થોડાક દિવસ પહેલાં દારૂના નશામાં બીજાના ઘરે જઈને સૂઈ ગયો. આવું કઈ રીતે શક્ય બને? તો જેના ઘરમાં થોમસ સૂઈ ગયેલો તે એલેઈન મેકડેડ નામના બહેને ભાઈની તસવીર ટ્રવીટર પર શેર કરીને કિસ્સો વર્ણવ્યો છે.

વાત એમ હતી કે થોમસ દારૂ પીને જે ઘરમાં આવીને સૂતેલો એમાં બે વર્ષ પહેલાં તેના પેરેન્ટ્સ રહેતા હતા. આ ઘર તેમણે વેચી નાખ્યું હતું અને હવે ત્યાં બીજો પરિવાર રહેતો હતો.

હવે થોમસનું ઘર સાઉથ લનાર્કશર પરામાં હતું. જોકે જ્યારે થોમસ દારૂના નશામાં ટલ્લી થઈ ત્યારે તેને યાદ ન રહ્યું કે પોતે ક્યાં જઈ રહ્યો છે.

તેણે ટેક્સી-ડ્રાઈવરને પોતાના બે વર્ષ જૂના ઘરનું સરનામું આપી દીધું. મોડી રાતે તે આ ઘરમાં આવ્યો. નવાઈની વાત એ હતી કે તેના ઘરનો મુખ્ય દરવાજો લોક કરેલો નહોતો.

તે નશામાં હોવાથી તેને કંઈ સ્પષ્ટ દેખાતું નહોતું. ધક્કો મારી દરવાજો ખોલીને તે ઘરમાં આવ્યો. ફ્રીજમાંથી જ્યૂસ કાઢીને પીધો અને સોફા પર જ ઊંધો પડીને સૂઈ ગયો.

You might also like