Categories: India

મહારાષ્ટ્રમાં શિવસેના-ભાજપ વચ્ચે વિવાદઃ સુમેળ સધાશે?

મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોઈ પક્ષને બહુમતિ નહીં મળતાં શિવસેનાને ભાજપ કરતા બે સીટ વધુ મળી છે ત્યારે ભાજપ અને શિવસેના વચ્ચે હાલ મેયરના પદને લઈને વિવાદ ચાલે છે. જેમાં શિવસેના તેમનો ઉમેદવાર જ મેયર બને તેવી માગણી પર અડગ છે અને ભાજપ તેના ઉમેદવારને મેયર બનાવવા માગે છે તેથી હાલ આ બંને પક્ષ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. એક એવી પણ ચર્ચા ચાલી રહી છે કે શિવસેના મુંબઈ મહાનગરપાલિકામાં તેનો દબદબો જાળવી રાખવા કોંગ્રેસ અને એનસીપી સાથે ગઠબંધન કરવા તૈયાર હોવાનું પણ બહાર આવ્યું છે, પરંતુ તેમાં હજુ કોઈ ચોકકસ નિર્ણય લઇ શકાયો નથી તેથી હવે એક એવી પણ ચર્ચા ચાલી રહી છે કે હાલ ભલે ભાજપ અને શિવસેના વચ્ચે મેયર પદ માટે વિવાદ ચાલતો હોય પણ આખરે આ બંને પક્ષ વચ્ચે સુમેળ થઈ જાય તેવી શક્યતા છે.

મુંબઈ મહાનગરપાલિકામાં આ વખતે ભાજપ અને શિવસેના અલગ અલગ રીતે ચૂંટણી લડ્યા હતા તેમાં શિવસેના કરતા ભાજપને વધુ ફાયદો થયો છે પણ તેને અથવા શિવસેનાને બહુમતિ નહીં મળતા હવે મેયર પદ માટે આ બંને પક્ષ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. હવે સતા માટે કોણ કોનો સાથ છોડશે તે કહેવું કઠિન બની ગયું છે. શિવસેના અને ભાજપ વચ્ચે લગભગ ત્રણ દાયકાથી ગઠબંધન ચાલી રહ્યું છે. ત્યારે હવે સત્તા માટે શિવસેના ભાજપ સામે જે તેવર અપનાવી રહી છે તેમાં તેને સફળતા મળશે કે કેમ તે અંગે પણ હાલ વિવિધ અટકળો ચાલી રહી છે.

ભાજપે અલગ રીતે ચૂંટણી લડી મુંબઈ મહાનગરપાલિકામાં તેની સીટો વધારી છે તેના કારણે શિવસેનાની પરેશાની વધી ગઈ છે. મુસ્લિમોની નફરત કરનારી શિવસેનાએ આ વખતે કેટલાક મુસ્લિમ ઉમેદવારને ટિકિટ ફાળવી મતદારોમાં અચરજ ઊભું કર્યું હતું. ભાજપે પણ મુસ્લિમ ઉમેદવારને ઊભા રાખ્યા હતા. શિવસેનાના પાંચ મુસ્લિમ ઉમેદવારમાંથી બે ઉમેદવાર વિજેતા બન્યા હતા.જ્યારે કોંગ્રેસના ૧૩ મુસ્લિમ ઉમેદવાર વિજેતા બન્યા છે.

જોકે બીજી તરફ એ વાતમાં પણ કોઈ શંકા નથી કે મંુબઈ મહાનગપાલિકાની ચૂંટણીમાં મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સૌથી લોકપ્રિય અને મજબૂત નેતા તરીકે બહાર આવ્યા છે. એવુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ફડણવીસ અને વડા પ્રધાન મોદીના કારણે ભાજપને મુંંબઈ મહાનગરપાલિકામાં ૮૨ સીટ મળી છે. મુંબઈની ચૂંટણીમાં ગુજરાતી મતદારોએ ભાજપને દિલ ખોલીને સમર્થન આપ્યું અને તેના કારણે જ આઠ પટેલ, ચાર શાહ અને એક મહેતા ઉમેદવાર ચૂંટાઈ આવ્યા છે. તેવી જ રીતે ઉત્તર ભારતના મતદારોએ પણ આ વખતે ભાજપ તરફી મતદાન કર્યું હો‍વાનું જાણવા મળે છે. અગાઉ ઉત્તર ભારતના મતદારો કોંગ્રેસ તરફી હતા. તેઓમાં આ વખતે પરિવર્તન જોવા મળ્યું હતું. ભાજપના આ વખતના વિજયને એટલા માટે ચમત્કારિક માનવામાં આવે છે કે આ અગાઉ ભાજપ મુંબઈમાં ૭૦થી વધુ સીટ પર ચૂંટણી લડ્યુ જ ન હતુ. શિવસેના આ વખતે ભાજપને વધુ ૧૦ સીટ આપી સમજૂતી કરવા માગતી હતી પણ સમજુતી ન થતા ભાજપે ૨૧૧ સીટ પર તેના ઉમેદવાર ઊભા રાખ્યા હતા.

દરમિયાન ભાજપે આ વખતે મુંબઈગરાઓને વહીવટમાં પારદર્શિતા લાવવાના વાયદા સાથે ચૂંટણી લડી હતી. તેમજ ભ્રષ્ટાચારને અંકુશમાં લાવવાની ખાતરી આપી હતી. જ્યારે બીજી તરફ શિવસેનાની કમિશનના રેટની નીતિ જગજાહેર છે તેથી જ તે સોનાનાં ઈંડાં આપે તેવી મુરઘી સમાન મુંબઈ મહાનગરપાલિકામાં સત્તા ગુમાવવા માગતી નથી. અને તેથી જ શિવસેના મેયર પદ માટે કોંગ્રેસ અને એનસીપી સાથે હાથ મિલાવવા તૈયાર હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે હવે મેયર પદના મામલે આગામી દિવસોમાં શુ થાય છે? તે અંગે હાલ અનેક અટકળો ચાલી રહી છે.

http://sambhaavnews.com/

Navin Sharma

Recent Posts

નૈતીતાલની આસપાસ ફેલાયેલું છે સુંદર સૌંદર્ય, એકવાર લ્યો અવશ્ય મુલાકાત…

શું તમે ફરવા જવાનું વિચારી રહ્યાં છો તો નૈનીતાલ છે એક સુંદર જગ્યા. જ્યાં તમે વરસાદનો આનંદ માણી શકો છે.…

13 mins ago

Indian Navyમાં પડી છે Vacancy, 2 લાખ રૂપિયા મળશે Salary

ભારતીય નૌ સેના દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જે અનુસાર કાર્યકારી શાખા (લોજિસ્ટિક અને લો કેડર)માં અધિકારી તરીકે…

56 mins ago

અંબાજીના ભાદરવી પૂનમના મેળાનો છઠ્ઠો દિવસ, જય અંબેના નાદ સાથે હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટયા

અંબાજીના ભાદરવી પૂનમના મેળાનો આજે છઠ્ઠો દિવસ છે. રાજ્યભરમાંથી અંબાજીમાં પદયાત્રીઓ પહોંચી રહ્યા છે. રાજ્યભરમાંથી હજારોની સંખ્યામાં પદયાત્રીઓ અંબાજીમાં આવી…

1 hour ago

PM મોદી સિક્કિમની મુલાકાતે, રાજ્યના પ્રથમ એરપોર્ટનું કરશે ઉધ્ધાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય સિક્કિમની મુલાકાતે પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાગડોગરાથી એમઆઇ 8 હેલિકોપ્ટરથી અહી પહોંચ્યા હતા. સેનાના…

2 hours ago

Asia Cup : સુપર ફોરમાં ભારતે પાકિસ્તાનને કચડયું, ધવન-રોહિતે ફટકારી સદી

ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાનને એશિયા કપમાં સુપર-4 મુકાબલામાં 9 વિકેટ પરાજય આપ્યો છે. આ પહેલા ભારતે બાંગ્લાદેશને પરાજય આપ્યો હતો. ભારતની…

2 hours ago

ગોવા સરકારનું નેતૃત્વ મનોહર પર્રિકર જ કરશેઃ અમિત શાહ

ન્યૂ દિલ્હીઃ તમામ વિવાદો પર વિરામ લગાવતા ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આખરે સ્પષ્ટ કરી દીધું છે કે, મનોહર પર્રિકર…

14 hours ago