Categories: Gujarat

દેશના સૌથી મોટા કોલ સેન્ટર રેકેટનો માસ્ટરમાઈન્ડ અમદાવાદી!

અમદાવાદ: સમગ્ર દેશમાં ખળભળાટ મચાવનાર અત્યાર સુધીના સૌથી મોટા મનાતા કોલ સેન્ટર રેકેટનો રેલો અમદાવાદ સુધી પહોંચ્યો છે. રોજના રૂ. એક કરોડની ધિકતી કમાણી કરતાં અા કૌભાંડનો માસ્ટરમાઈન્ડ અમદાવાદનો હોવાનું ખુલતા થાણે ક્રાઈમબ્રાન્ચ અને મુંબઈ પોલીસે શહેરના પ્રહ્લાદનગર વિસ્તારમાં અાવેલા પિનેકલ બિઝનેસ પાર્કમાં ચાલતા પાંચ કોલ સેન્ટર પર દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી.

મુંબઇના મીરાં રોડ પર ચાલતાં 9 કોલ સેન્ટર દ્વારા અમેરિકનોને અહીં બેઠાં બેઠાં ઇન્ટર્નલ રેવન્યૂ સર્વિસ વિભાગના અધિકારીઓના નામે ધમકી આપીને રૂપિયા કમાણી કરવાનો પર્દાફાશ થાણે પોલીસે કરતાં 700 કર્મચારીઓની ધરપકડ કરી છે. સમગ્ર રેકેટનો માસ્ટર માઇન્ડ અમદાવાદનો સાગર ઠક્કર હોવાનું થાણે ક્રાઇમ બ્રાંચની તપાસમાં સામે આવ્યું છે. છેલ્લા ચાર દિવસથી થાણે ક્રાઇમ બ્રાંચની ટીમે સાગર ઠક્કર અને અન્ય 9 માસ્ટર માઇન્ડને શોધવા માંટે શહેરમાં ધામા નાખ્યા છે. શહેરના પ્રહ્લાદનગર વિસ્તારમાં આવેલા પિનેકલ બિઝનેસ પાર્કમાં 5 કોલ સેન્ટર પર થાણે ક્રાઇમ બ્રાંચે રેડ કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર મુંબઇના મીરાં-ભાયંદર રોડ પર આવેલા કોલ સેન્ટરમાં વિદેશમાં ખાસ કરીને યુએસમાં રહેતા લોકોને ફોન કરીને ઇન્ટર્નલ રેવન્યૂ ડિપાર્ટમેન્ટના અધિકારીઓના નામે ધાકધમકીઓ આપીને લાખો રૂપિયા પડાવવાના કૌભાંડનો પર્દાફાશ થાણે ક્રાઇમ બ્રાંચે કર્યો હતો. જુદા જુદા 9 કોલ સેન્ટરમાં 700 કર્મચારીઓની ધરપકડ કરી હતી. પકડાયેલા કર્મચારીઓએ થાણે ક્રાઇમ બ્રાંચ સમક્ષ કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા છે, જેમાં આખા રેકેટનો માસ્ટર માઇન્ડ અમદાવાદનાે સાગર ઉર્ફે શેગી ઠક્કર હોવાનું સામે આવ્યું છે. કર્મચારીઓએ ખુલાસો કર્યો છે કે અમદાવાદના પિનેકલ બિઝનેસ પાર્કમાં આવેલા પાંચ કંપનીઓના કોલ સેન્ટરના માસ્ટર માઇન્ડ સાગર ઠક્કરના નેજા હેઠળ મુંબઇમાં કોલ સેન્ટર ચાલતા હતા.

થાણેના પોલીસ કમિશનર પરમબીરસિંહે ‘સમભાવ મેટ્રો’ સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે સાગર ઠક્કર વિદેશી નાગ‌િરકો સાથે અંગ્રેજીમાં વાતચીત કરી શકે તેવા યુવકની ભરતી કરતો હતો. મોડી રાતે આ કોલ સેન્ટર ચલાવતો હતો, જેમાં તમામ કર્મચારીઓને 40 હજાર કરતાં વધુ પગાર આપવામાં આવતાે હતાે કોઇપણ દસ્તાવેજી પુરાવો રહે તે માટે સાગર ઠક્કર તમામ કર્મચારીઓને રોકડમાં જ પગાર ચૂકવતો હતો બેંક એકાઉન્ટમાં કોઇપણ રૂપિયા જમા કરવાતો નહીં. જે કોઇપણ સારું કામકાજ કરે તે કર્મચારીને પ્રમોશન આપીને અમદાવાદ બોલાવી દેતો હતો.

થાણે પોલીસે વધુમાં જણાવ્યું છે કે રૂપિયા હવાલા મારફતે મંગાવવામાં આવતા જ્યારે પગાર આપવાનો આવે તે દિવસે હવાલા મારફતે રૂપિયાનો થેલો ભરીને આવતો હતો અને પગાર ચુકવાતાે હતાે. જો કોઇ કર્મચારીઓ વિદેશીઓને ઠગવામાં સારી કામગીરી કરી હોય તો તેમને બે થી 20 હજાર રૂપિયા સુઘીનું ઇન્સેટિવ આપવામાં આવતું હતું. મેજિક બોક્સ દ્વારા આ સમગ્ર કૌભાંડ ઓપરેટ થતું ભારતમાં પ્રતિબંધિત આ બોક્સ લાવીને ફોન સાથે લગાવી દેવામાં આવતું હતું. જેથી કોઇપણ વ્યકિત વિદેશમાં ફોન કરે તે વિદેશીઓને ત્યાંનો લોકલ જ નંબર દેખાતો હતો, વિદેશમાં બેઠેલા ઓપરેટર દ્વારા વિદેશી નાગરિકોના ડેટા અમદાવાદ મોકલવામાં આવતાે હતાે ત્યાર બાદ તમામ લોકોને ફોન કોલ્સ થતા હતા.

અધિકારીએ જણાવ્યું છે કે આરોપી સાગર ઠક્કર સહિત અન્ય 9 અમદાવાદીઓનાં નામ ખુલ્યાં છે. જેમને પકડવા માટે થાણે ક્રાઇમ બ્રાંચની એક ટીમ અમદાવાદમાં આવી છે. છેલ્લા ઘણા દિવસથી આરોપીઓને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે ત્યારે પ્રહ્લાદનગર વિસ્તારમાં આવેલા પિનેકલ બિઝનેસ સેન્ટરમાં ચાલતાં પાંચ કોલ સેન્ટર પર દરોડા પાડવામાં આવ્યા હતા. જોકે સાગર ઠક્કર તમામ કોલ સેન્ટર બંધ કરીને ફરાર થઇ ગયો છે. આ કેસમાં હાલ તો સાગર ઠક્કરની ધરપકડ કરવા માટે પોલીસ તનતોડ મહેનત કરી રહી છે.

અમદાવાદના પોશ વિસ્તારમાં ચાલતા ૫૦ કરતા વધુ ઈન્ટરનેશનલ કોલ સેન્ટર રાતોરાત બંધ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. થાણે ક્રાઈમ બ્રાંચની ટીમે અમદાવાદમાં ધામા નાંખતા તમામ કોલ સેન્ટરોને બંધ કરી દેવાયા છે. કોલ સેન્ટર ચલાવતા એક સંચાલકે નામ નહીં અાપવાની શરતે જણાવ્યું છે કે અમદાવાદ શહેરમાં તમામ જગ્યાએ જે કોલ સેન્ટરો ચાલે છે તેની તમામ વિગતો પોલીસને જાણ છે. પોલીસની રહેમ નજર હેઠળ જ આ કોલ સેન્ટરો ચાલે છે. આનંદનગર, નવરંગપુરા જેવા વિસ્તારોમાં અગાઉ પોલીસે આવા ગેરકાયદે કોલ સેન્ટરો પર દરોડા પાડ્યા હતા.

Navin Sharma

Recent Posts

ઘેર બેઠા બનાવો ટેસ્ટી અને પૌષ્ટિક આઇટમ ફ્રૂટ લસ્સી

સૌ પ્રથમ તમારે ફ્રુટ લસ્સી બનાવવા માટે આપે ઢગલાબંધ સિઝનેબલ ફળોનો ઉપયોગ કરવો પડશે. તમને આજે અમે ફ્રૂટ લસ્સી કઈ…

4 hours ago

ભગવાન શિવ બાદ રામની શરણે રાહુલ ગાંધી, જઇ શકે છે ચિત્રકૂટ

ન્યૂ દિલ્હીઃ તાજેતરમાં જ થોડાંક દિવસો પહેલાં જ માનસરોવર યાત્રાએથી પરત ફરેલ કોંગ્રેસનાં અધ્યક્ષ રાહુલ ગાંધી હવે ભગવાન રામની શરણે…

5 hours ago

રાજકોટ ખાતે વડોદરા PSIનાં આપઘાત મામલે કરણીસેનાનો ઉગ્ર વિરોધ

રાજકોટઃ વડોદરાનાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર અજયસિંહ જાડેજાનાં આપઘાત મામલે કરણીસેનાએ ઉગ્ર વિરોધ કર્યો હતો. ગ્રીનલેન્ડ ચોકડી પાસે ચક્કાજામ કરીને કરણીસેનાએ…

6 hours ago

અમદાવાદ સહિત રાજ્યભરમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન, લોકોને ગરમીથી રાહત

ગુજરાતઃ ઓરિસ્સામાં હાહાકાર મચાવ્યાં બાદ 'ડેઈ તોફાને' હવે દેશનાં અન્ય રાજ્યોને પણ પોતાની લપેટમાં લઇ લીધાં છે. ત્યારે ડેઈ તોફાનને…

7 hours ago

સુરતઃ પાકિસ્તાનનાં PM ઇમરાન ખાનનાં પુતળાનું કોંગ્રેસ દ્વારા જાહેરમાં દહન

સુરતઃ શહેરમાં પાકિસ્તાન પીએમ ઈમરાન ખાનનાં પુતળાનું દહન કરવામાં આવ્યું છે. કોંગ્રેસ દ્વારા પૂતળાનાં દહનનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતનાં…

8 hours ago

વડોદરાઃ ડભોઇ ખાતે બે ટ્રકો સામસામે અથડાતાં એકનું મોત, ત્રણને બહાર કઢાયાં

વડોદરાઃ ડભોઈ તાલુકા અંબાવ ગામ નજીક બે ટ્રકો સામસામે ભટકાતાં ઘટના સ્થળે જ એકનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય ૩…

9 hours ago