દેશમાં બનશે આકર્ષક અને અનોખો પ્રથમ આંતરરાષ્ટ્રીય ઉદ્યાન

નૈનીતાલઃ વન્ય જીવોનાં શોખીન લોકો માટે એક સારા સમાચાર છે. આફ્રીકી અને યૂરોપીય દેશોની જેમ દેશમાં પણ હવે એક આધુનિક સુવિધાઓથી સભર આંતરરાષ્ટ્રીય પ્રાણી ઉદ્યાન ટૂંક સમયમાં જ અસ્તિત્વમાં આવવા જઇ રહ્યું છે.

જ્યાં ન તો કેવલ માત્ર વન્ય જીવ સફારી હશે પરંતુ સાથે વિદેશી જીવજંતુઓનું પણ આકર્ષણ જોવાં મળશે. પાંચ સો કરોડનાં ખર્ચે બનનાર આ પ્રાણી ઉદ્યાનમાં આધુનિક હોસ્પિટલ પણ હશે કે જ્યાં જાનવરોની સારવાર સાથે તેઓની સર્જરી કરવાની પણ વ્યવસ્થા હશે.

અલગ-અલગ પ્રકૃતિનાં જીવોને અલગ-અલગ વિભાગોમાં રાખવામાં આવશે. માંસાહારી અને શાકાહારી જીવોને અલગ-અલગ વિભાગોમાં રાખવામાં આવશે. માત્ર એટલું જ નહીં પણ અહીં પક્ષીઓની પણ કંઇક અલગ જ દુનિયા હશે.

હલ્દબાનીનાં ગૌલાપારમાં 412 હેક્ટરમાં બનાવવામાં આવી રહેલ આ પ્રાણી ઉદ્યાન એટલાં માટે પોતાની રીતે પ્રથમ આંતરરાષ્ટ્રીય પ્રાણી ઉદ્યાન કહેવાશે કેમ કે આ ઉદ્યાન કાર્બન ન્યૂટ્રલ ઝૂ કહેવાશે. આ ઉદ્યાન સંપૂર્ણ રીતે પ્રાકૃતિક સંશાધનોથી નિર્મિત હશે.

પ્રકાશ અને ઉર્જાને માટે પવન અને સૌર ઉર્જાનો ઉપયોગ કરવામાં આવશે. આને એ રીતે ડિઝાઇન કરવામાં આવશે કે અહીંથી કાર્બન ઉત્સર્જન ઓછામાં ઓછો જોવાં મળે અને જાનવરો તથા પર્યટકોને અહીં સ્વચ્છ વાતાવરણ પણ મળશે.

આ સિવાય અહીં બાળકોનાં મનોરંજન માટે ચિલ્ડ્રન પાર્ક અને ફરવાનાં શોખીન લોકો માટે અહીં જોગિંગ પાર્ક પણ તૈયાર કરવામાં આવશે. એમાંય અહીં સૌથી મોટી અલગ વાત તો એ છે કે અન્ય દેશનાં પ્રાણી ઉદ્યાનની જેમ અહીં વન્ય જીવ કેદ નહીં રહે.

You might also like