OMG! ચીનમાં માતા-પિતાના મોતનાં ૪ વર્ષ બાદ બાળકનો થયો જન્મ

બીજિંગ: ચીનમાં બનેલી એક અજીબોગરીબ ઘટનામાં ચાર વર્ષ પહેલાં કાર દુર્ઘટનામાં માર્યા ગયેલા દંપતીના ભ્રૂણથી બાળકનો સરોગસીથી જન્મ થયો છે. આ દંપતીને બાળક નહિ હોવાથી આઈવીએફના માધ્યમથી ભ્રૂણ જમા કર્યું હતું. પરંતુ ૨૦૧૩માં કાર દુર્ઘટનામાં આ દંપતીનુ મોત થયું હતું.

ચીનની આ ઘટનામાં દુર્ઘટના વખતે નાનજિંગ હોસ્પિટલમાં માઈનસ ૧૯૬ ડિગ્રીએ નાઈટ્રોજનની ટાંકીમાં દંપતીના ભ્રૂણને સ્ટોર કરવામાં આવ્યું હતું. જોકે આ ભ્રૂણના ઉપયોગને લઈને મૃતકના પરિવારજનોએ લાંબી કાનૂની લડાઈ લડવી પડી હતી. આખરે ૨૦૧૭માં આ બાળકનો જન્મ થયો હતો.

આ ઘટના ધ બીજિંગ ન્યૂઝ બહાર લાવ્યું હતું. જેમાં ગત ૯ ડિસેમ્બર ૨૦૧૭ના રોજ લાઓસની મહિલાએ સરોગસી દ્વારા જન્મ આપ્યો હતો. આ મામલે સ્થાનિક મીડિયાએ જણાવ્યું કે આ બાળકનાં જન્મ બાદ મૃતક દંપતીના પરિવારજનોએ લાંબી કાનૂની લડાઈ લડવી પડી હતી.

જેમાં મૃતક દંપતીને ફર્ટિલાઈઝ્ડ એગ્સનો અધિકાર મળ્યો હતો પણ તેમાં એવું જણાવાયું ન હતું કે આ ભ્રૂણને જીવનમાં લાવી શકાશે કે નહિ.? આ બાબત ત્યારે શકય બને તેમ હતી કે જ્યારે હોસ્પિટલ તરફથી આ અંગે પુરાવા રજૂ કરવામાં આવે કે કોઈ અન્ય હોસ્પિટલ આ ભ્રૂણ રાખી શકશે. અને આવી બાબત ખૂબ જ મુશ્કેલ હતી.

આ દરમિયાન લાઓસની એક સરોગેટ મધરે આ માટે તૈયારી દર્શાવતા આ ભ્રૂણ અન્ય હોસ્પિટલને સોંપવામાં આવ્યું હતું અને દાતા મૃતક દંપતીના ભ્રૂણથી ગત ૯ ડિસેમ્બર ૨૦૧૭ના રોજ લાઓસની મહિલાએ સરોગસી દ્વારા જન્મ આપ્યો હતો.આમ માતા-પિતાનાં મોતનાં ચાર વર્ષ બાદ તેમના ભ્રૂણથી એક બાળકનો જન્મ થયો છે.

You might also like