Categories: Business Trending

ટેક્સ હેવન્સમાં ભારતીયોનાં કાળાં નાણાંની રકમમાં જંગી ઘટાડો થયો

નવી દિલ્હી: ભારતીય નાગ‌િરકો દ્વારા ટેક્સ હેવન દેશોમાં જમા કરવામાં આવતાં કાળાં નાણાંની રકમમાં સારો એવો ઘટાડો થયો છે. અત્યંત ગોપનીયતાની ખાતરી આપનાર તેમજ ઓછા ટેક્સદર ધરાવતા દેશોમાં ભારતીયોની થાપણો અને નોન બેન્કિંગ લોનમાં ૨૦૧૩ થી ૨૦૧૭ વચ્ચે ઘણો ઘટાડો થયો છે.

આ વાતનો ઉલ્લેખ દુનિયાભરની સેન્ટ્રલ બેન્કની ગ્લોબલ સંસ્થા બેન્ક ફોર ઇન્ટરનેશનલ સેટલમેન્ટ્સ (બીઆઇએસ)ના ડેટા પર આધારિત સરકારી રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. ૨૦૧૪માં મોદી સરકાર આવ્યા બાદ સ્વિસ બેન્કમાં ઇન્ડિયન્સનાં નાણાં ૮૦ ટકા જેટલાં ઘટી ગયાં છે.

એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે સરકાર વિદેશમાં છુપાવીને જમા રાખવામાં આવેલ કાળાં નાણાંને દેશમાં પરત લાવવા પ્રતિબદ્ધ છે. આ માટે અમે નોટબંધી સહિતનાં અનેક પગલાં ભર્યાં છે, તેને લઇ નવા બ્લેક મની જનરેશન પર લગામ કસવામાં આવી છે.

સરકારી અહેવાલ અનુસાર લક્ઝમબર્ગમાં ભારતીયોની નોન બેન્ક લોન અને ‌િડપોઝિટમાં ૬૨ ટકાનો ઘટાડો થયો છે. તેમના દ્વારા જમા કરવામાં આવેલ રકમ ૨૦૧૩માં ૨.૯ કરોડ ડોલર હતી તે ઘટીને હવે ૧.૧ કરોડ ડોલર થઇ ગઇ છે.

એક અધિકારીના જણાવ્યા પ્રમાણે બીઆઇએસના ડેટામાં ટેક્સ હેવન ઉપરાંત બ્રિટન અને ફ્રાંસમાં પણ ભારતીયોની ડિપોઝિટનો સમાવેશ થાય છે. બ્રિટનને લાગેવળગે છે ત્યાં સુધી ૨૦૧૩ થી ૨૦૧૭ દરમિયાન ભારતીય નાગ‌િરકોની ડિપોઝિટ ૨.૭૩ અબજ ડોલર હતી તેમાં ૩૨.૨ ટકાના ઘટાડા સાથે હવે ૧.૮૫ અબજ ડોલર થઇ ગઇ છે.

ફ્રાંસમાં જમા ભારતીયોનાં નાણાંમાં ૬૬.૩ ટકાના ઘટાડા સાથે ડિપોઝિટ ૪૧.૯ કરોડ ડોલર હતી તે ઘટીને હવે ૧૪.૧ ડોલર થઇ ગઇ છે. સ્વિસ બેન્કમાં જમા ભારતીયોનાં નાણાં ૨૦૧૭માં ૩૪.૭ ટકાનો ઘટાડો નોંધાયો છે.

divyesh

Recent Posts

નિકોલની યુવતીને મોટી ઉંમરના પુરુષ સાથે પરણાવવા 1.10 લાખમાં સોદો કર્યો

અમદાવાદ: શહેરના નિકોલ વિસ્તારમાં રહેતી યુવતીને લગ્ન કરાવવાની ખાતરી આપીને મેરેજ બ્યૂરો ચલાવતી મહિલાઓ સહિતના લોકોએ તેને ૧.૧૦ લાખ રૂપિયામાં…

22 hours ago

વિનય શાહ, સુરેન્દ્ર રાજપૂત અને સ્વપ્નિલ રાજપૂતની થશે પૂછપરછ

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના મા‌લિક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહે આચરેલા…

22 hours ago

કર્ણમુક્તેશ્વર મહાદેવ અને કાલુપુર સ્વામિનારાયણ મંદિર સહિતનાં હિન્દુ સ્થાપત્ય હે‌િરટેજ લિસ્ટમાં જ નથી

અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી રાખવાના મામલે રાજ્ય સરકાર દ્વારા કરાયેલી જાહેરાતથી વિવાદ ઊઠ્યો છે. શહેરીજનોનો અમુક…

22 hours ago

તાજમહાલમાં નમાજ મુદ્દે વિવાદઃ હવે પૂજા-અર્ચના કરવાની બજરંગદળની જાહેરાત

આગ્રા: ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ દ્વારા આગ્રાના તાજમહાલમાં પ્રતિબંધ લગાવવા છતાં નમાજ અદા કરવાના મુદ્દે વિવાદ ઉગ્ર બન્યો છે. હવે આ…

22 hours ago

સબરીમાલા મંદિરમાં પ્રવેશ માટે કોચ્ચી પહોંચી તૃપ્તિ દેસાઈ: એરપોર્ટની અંદર જ પોલીસે રોકી

કોચ્ચી: કેરળના પ્રખ્યાત સબરીમાલા મંદિરમાં તમામ વયની મહિલાઓને પ્રવેશની મંજૂરી મળ્યા બાદ અત્યાર સુધીમાં એક પણ મહિલા મંદિરમાં પ્રવેશી શકી…

22 hours ago

તામિલનાડુમાં ‘ગાજા’નો કહેર: 11નાં મોતઃ 120 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાથી મોટી તારાજી

ચેન્નઈ: ચક્રવાતી તોફાન ‘ગાજા’ મોડી રાત્રે પોણા બે વાગ્યે તામિલનાડુના કિનારે નાગાપટ્ટનમમાં ત્રાટક્યું હતું અને ભારે તારાજી અને તબાહી સર્જી…

23 hours ago