જુગારધામ પર રેડ કરવા ગયેલી ગ્રામ્ય LCBની ટીમ પર હુમલો

0 25

અમદાવાદ: સાણંદ નજીક અાવેલા નિધરાડ ગામમાં ગઈ કાલે સાંજે જુગારધામ પર રેડ કરવા ગયેલી અમદાવાદ (ગ્રામ્ય) એલસીબીની ટીમ પર હુમલો કરવામાં અાવ્યો હતો. અા હુમલામાં એક પોલીસ કર્મચારીને ઇજા થઈ હતી. ટોળાઅે પોલીસ પર હુમલો કરતાં કેટલાક અારોપીઅો નાસી જવામાં સફળ રહ્યા હતા જ્યારે ત્રણ અારોપીઅો પોલીસ પકડમાંથી નાસી ગયા હતા. અા અંગે અમદાવાદ (ગ્રામ્ય) એલસીબીઅે સાણંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ શરૂ કરી છે.

અમદાવાદ (ગ્રામ્ય) એલસીબીની ટીમને બાતમી મળી હતી કે નિધરાડ ગામમાં ઠાકોરવાસમાં જાહેરમાં કેટલાક લોકો જન્ના-મન્નાનો તેમજ તીનપત્તીનો જુગાર રમી રહ્યા છે, જેના અાધારે અમદાવાદ (ગ્રામ્ય) એલસીબીની ટીમ જુગારધામ પર દરોડો પાડવા ગઈ હતી. પોલીસ નિધરાડ ગામમાં પહોંચી ત્યારે જુગારીઅોમાં નાસભાગ મચી ગઈ હતી, જોકે પોલીસે પાંચ જેટલા જુગારીની ધરપકડ કરી લીધી હતી, જ્યારે બાકીના ૧૦ જેટલા જુગારીઅો નાસી ગયા હતા.

પોલીસ જ્યારે અારોપીઅોને ગાડીમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ જતી હતી ત્યારે નિધરાડ ગામમાં રહેતા ગાભાજી ઠાકોર, મૂકેશ ઠાકોર, નીલેશ ઠાકોર સહિત ૨૦થી ૨૫ માણસના ટોળાઅે અચાનક જ પોલીસ પર હુમલો કરી દીધો હતો.

તેમણે ગ્રામ્ય એલસીબીની ટીમ પર પથ્થરમારો શરૂ કરી દીધાે હતાે. પોલીસે જે અારોપીઅોને પકડ્યા હતા તેમાંના ત્રણ અારોપીઅોને ટોળું છોડાવવામાં સફળ રહ્યું હતું. અા બનાવમાં ઘનશ્યામભાઈ નામના પોલીસ કોન્સ્ટેબલને પથ્થર વાગતાં ઇજા થઈ હતી. પથ્થરમારા દરમિયાન સરકારી વાહનમાં તોડફોડ પણ કરવામાં અાવી હતી. ઉચ્ચ અધિકારી સહિતનો કાફલો પણ નિધરાડ ગામમાં પહોંચી ગયો હતો. પથ્થરમારા બાદ ટોળું ત્યાંથી નાસી ગયું હતું.

ગ્રામ્ય એલસીબીના પોલીસ કોન્સ્ટેબલ ઘનશ્યામભાઈઅે અા અંગે સાણંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે રાયો‌િટંગ, પોલીસની ફરજમાં રૂકાવટ સહિતનો ગુનો દાખલ કર્યો છે. હુમલો કરનાર અારોપીઅોને ઝડપવા તજવીજ શરૂ કરવામાં અાવી છે.

loading...

Leave A Reply

Your email address will not be published.