USની જેલમાં કેદ થયેલી યુવતી પાસેથી સાગર શીખ્યો ચીટિંગનો ધંધો

અમદાવાદ : મુંબઇનાં 500 કરોડથી વધુના કોલ સેન્ટર કૌભાંડમાં માસ્ટર માઇન્ડ સાગર ઠાકર વિશે રોજ નવા નવા ખુલાસાઓ થઇ રહ્યા છે. રવિવારે થાણે ક્રાઇમબ્રાંચે સાગરને આ ધંધામા લાવનાર તેના પુર્વ બોસ જગદીશ કાનાણીની ધરપકડ કરી છે. આ પહેલા સાગરની પુર્વ સાથી નીકિતા પટેલ અને આકાશ પટેલ અમેરિકાના ન્યુજર્સીથી ઝડપાઇ ચુક્યા છે અને હાલ જેલમાં છે.

કાનાણી અને નીકિતા બંન્નેએ જ સાગરને કોલ સેન્ટર મારફતે લોકોને ચિટિંગના દાવપેચ શિખવાડ્યા હતા. કાનાણીએ 2010માં અમદાવાદમાં બોગસ કોલ સેન્ટર ઉભુ કર્યું હતું. ત્રણ વર્ષ પહેલા કાનાણીએ સાગરને પોતાના કોલ સેન્ટરમાં નોકરીએ રાખ્યો હતો. જો કે સાગરે ગણત્રીનાં સમયમાં કાનાણીનો વિશ્વાસ કેળવી લીધો હતો.

જેનાં પગલે કાનાણીએ સાગરને બોગસ કોલનો ધંધો તેને સોંપ્યો હતો. જો કે થોડા સમય બાદ સાગરે પગારનાં બદલે ભાગીદારીની માંગ કરી હતી. જેનાં કારણે બંન્ને વચ્ચે માથાકુટ થઇ હતી.જેના પગલે બંન્ને છુટા પડ્યા હતા. સાગરે મુંબઇ આવીને મીરા રોડ પર આવીને પોતાની કંપની ચાલુ કરી હતી. સાગરે કાનાણીનાં જ માણસોને નોકરીએ રાખ્યા હતા. જો કે અંતે બંન્ને વચ્ચે સમાધાન થયા બંન્નેએ સંયુક્ત ધંધો ચાલુ કર્યો હતો.

You might also like