VIDEO: ફિલ્મ “ઠાકરે”નું દમદાર Teaser રીલીઝ, નવાઝુદ્દીન કરશે બાલા સાહેબની એક્ટિંગ

બોલીવુડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકીની આગામી ફિલ્મ “ઠાકરે”નું ટીઝર ગુરૂવારે રીલીઝ થઇ ગયું છે. આ ફિલ્મ શિવસેના સંસ્થાપક બાલ ઠાકરેનાં જીવન પર આધારિત છે. આ ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી બાલા સાહેબનો રોલ કરશે.

1 મિનીટ 43 સેકન્ડનું આ ટીઝર તમારા રૂંવાડા ઊભા કરી દે તેવું છે. ટીઝરની શરૂઆત જ વધારે ઇમોશ્નલ છે. ફિલ્મમાં બાલા સાહેબ ઠાકરેનાં રોલને નવાઝુદ્દીન સિદ્દીકી નિભાવતા નજર આવશે. આ ટીઝરમાં એમનો લુક પણ દેખાડવામાં આવ્યો છે.

બાલા સાહેબ ઠાકરેની ભૂમિકામાં નવાઝુદ્દીન સિદ્દીકીને ઓળખવા ઘણાં જ મુશ્કેલ થઇ પડે છે. તમને ખ્યાલ જ હશે કે નવાઝુદ્દીન સિદ્દીકી હંમેશાં પોતાનાં દરેક ફિલ્મોમાં રોલને બરાબર ન્યાય આપવા માટે બરાબર પ્રચલિત છે. એટલાં માટે આ ફિલ્મમાં પણ નવાઝુદ્દીને બાલા સાહેબ ઠાકરેનાં લુકને લઇ ઘણી વધારે મહેનત કરી છે.

ટીઝર રિલીઝ થવાનાં મોકા પર બોલીવુડનાં મહાનાયક અમિતાભ બચ્ચને બાલા સાહેબ ઠાકરેનાં જીવન સાથે જોડાયેલ કેટલીક રસપ્રદ વાતો કરી હતી. બચ્ચને કહ્યું કે,”બાલા સાહેબ ઠાકરેનાં ઘરમાં જ્યારે પણ કોઇ પણ પ્રકારનાં કાર્યક્રમ થતાં ત્યારે જરૂરથી અમને આમંત્રણ મળતું કેમ કે બાલા સાહેબ મને પોતાનાં ઘરનાં જ સભ્ય માનતા હતાં.”

You might also like