Categories: Sports

આ ટેસ્ટમેચથી રાજકોટમાં ઈતિહાસ સર્જાશે

સૌરાષ્ટ્રના આર્થિક પાટનગર ગણાતા રાજકોટના ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ પર ૯ નવેમ્બર, ર૦૧૬ના રોજ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટમેચનો પ્રથમ બૉલ પડશે ત્યારે સૌરાષ્ટ્રના ક્રિકેટ ઇતિહાસમાં પણ એક નવું છોગું ઉમેરાશે. રાજકોટ ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાની ટેસ્ટમેચ પ્રથમ વાર રમાઈ રહી છે. ક્રિકેટના ફોર્મેટમાં એકદિવસીય (વન-ડે) મેચ બાદ ઈન્ડિયમ પ્રીમિયર લીગની ટ્વેન્ટી-ર૦ મેચ રાજકોટમાં રમાઈ ચૂકી છે. હવે પહેલી વાર રાજકોટને આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચનું સ્ટેટસ મળતા અમદાવાદના મોટેરા સ્ટેડિયમ પછી રાજ્યમાં ટેસ્ટમેચ રમાઈ હોય તેવું બીજું ક્રિકેટ ગ્રાઉન્ડ ખંંઢેરી મેદાન બન્યું છે.

સૌરાષ્ટ્રનો ક્રિકેટ સાથે દોઢ સદીનો નાતો રહ્યો છે. ૧૯ર૯માં ભારતીય ક્રિકેટ બોર્ડની થઈ એ પહેલાંથી સૌરાષ્ટ્રમાં ક્રિકેટ રમાતી હતી. સૌરાષ્ટ્રના રાજવીઓ ક્રિકેટના શોખીન હતા. ક્રિકેટના ઇતિહાસમાં જામનગરના જામ રણજીનું નામ  તો વિશ્વભરમાં ગૌરવથી લેવાઈ રહ્યું છે. રાજકોટ ખાતે હવે ઈંગ્લેન્ડ સામે પહેલી

ટેસ્ટમેચ રમાઈ રહી છે ત્યારે યોગાનુયોગ જામ રણજી ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ વતી રમી ચૂક્યા છે તે સૌરાષ્ટ્ર માટે ગૌરવની વાત છે. જામ રણજીના નામે જ ભારતમાં ડોમેસ્ટિક ક્રિકેટમાં રણજી ટ્રોફી રમાડાય છે, ઉપરાંત પોરબંદરના લેજન્ડરી ક્રિકેટર દુલિપસિંહના નામે પણ દુલિપ ટ્રોફી રમાડવામાં આવે છે. સૌરાષ્ટ્રે ભારતીય ક્રિકેટને વિનુ માંકડ, કરશન ઘાવરી, ધીરજ પરસાણા, સલીમ દુરાની જેવા ખેલાડીઓ તથા નવી પેઢીમાં ચેતેશ્વર પૂજારા, રવીન્દ્ર જાડેજા જેવા દિગ્ગજ ખેલાડીઓ આપ્યા છે.

રાજકોટમાં પ્રથમ વન-ડે ૧૯૮૬માં રમાઈ
રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં પહેલી આંતરરષ્ટ્રીય વન-ડે મેચ ૭ ઓક્ટોબર, ૧૯૮૬ના રોજ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી. ત્યારથી અત્યાર સુધીમાં ૧૪ આંતરરાષ્ટ્રીય વન-ડે મેચો રમાઈ છે. ૧૯૩૪માં જામ રણજીના નામે રણજી ટ્રોફીની મેચો રમાવાની શરૂઆત થઈ ત્યારથી રપ૦થી વધુ મેચો સૌરાષ્ટ્ર રમી ચૂક્યું છે. એ સમયે સૌરાષ્ટ્રમાંથી નવાનગર (જામનગર એક સમયે નવાનગર તરીકે ઓળખાતું હતું) અને વેસ્ટર્ન ઈન્ડિયા ક્રિકેટ એસોસિયેશન (વિસ્કા)ના નામે બે ટીમો રમતી. ૧૯પ૦ના અરસામાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનના નામે રણજી ટ્રોફીમાં ટીમ ઉતારવાની શરૂઆત થઈ હતી.

રાજકોટ નજીકના ખંઢેરી ખાતે કરોડોના ખર્ચે વિશ્વ સ્તરની આધુનિક સુવિધાયુક્ત સ્ટેડિયમનું નિર્માણ કરાયું છે. સૌરાષ્ટ્રમાંથી અનેક ખેલાડીઓ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે ઉભરી રહ્યા છે. સૌરાષ્ટ્રની ટીમ ર૦૦૭માં રણજી ટ્રોફીમાં વન-ડે ટુર્નામેન્ટમાં ચેમ્પિયન પણ બની હતી.

હવે રાજકોટમાં પ્રથમ ટેસ્ટમેચ રમાઈ રહી હોવાથી સૌરાષ્ટ્રવાસીઓમાં આનંદ છે. આ અંગે સૌરાષ્ટ્રની રણજી ટીમના પૂર્વ કેપ્ટન અને હાલના કૉચ સિતાંશુ કોટક કહે છે, “રાજકોટ ખાતે આંતરરાષ્ટ્રીય ટેસ્ટમેચ રમાઈ રહી છે એ સૌરાષ્ટ્રના ક્રિકેટરો માટે એક ગૌરવની બાબત છે. અનેક નવા ખેલાડીઓને ભવિષ્યમાં આવી મેચ જોવાની તક મળશે, જે એક પ્રકારે બળ પૂરું પાડશે.”

રાજકોટમાં વન-ડે મેચ તથા આઈપીએલ ટ્વેન્ટી-ર૦ મેચો ખૂબ સુંદર રીતે રમાઈ છે અને ક્રિકેટ સંઘે તેની નોંધ લીધી છે. હવે રાજકોટને ટેસ્ટમેચ માટેનું સ્ટેટ્સ મળ્યું છે, જે વિશ્વ ક્રિકેટના નકશામાં રાજકોટે મજબૂત સ્થાન મેળવ્યું હોવાનું પ્રદર્શિત કરે છે.

divyesh

Recent Posts

ગોવા સરકારનું નેતૃત્વ મનોહર પર્રિકર જ કરશેઃ અમિત શાહ

ન્યૂ દિલ્હીઃ તમામ વિવાદો પર વિરામ લગાવતા ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આખરે સ્પષ્ટ કરી દીધું છે કે, મનોહર પર્રિકર…

25 mins ago

મોઢેરા સૂર્યમંદિરમાં પ્રવેશ ફીનો ચાર્જ વધારતા પર્યટકોમાં રોષ

મહેસાણા: મોઢેરાનું ઐતિહાસિક સૂર્યમંદિર એ એક ઐતિહાસિક વારસો ધરાવે છે તેમજ દરેક નાગરિક આ વારસાથી પરિચિત છે. તેને જોવા માટે…

56 mins ago

આતંકવાદ અને વાતચીત એક સાથે ક્યારેય શક્ય ના બનેઃ બિપીન રાવત

ન્યૂ દિલ્હીઃ ભારતનાં આર્મી ચીફ જનરલ બિપીન રાવતે પાકિસ્તાનને સણસણતો જવાબ આપ્યો છે. આર્મી ચીફ બિપીન રાવતે નિવેદન આપતાં કહ્યું…

2 hours ago

ગણેશ વિસર્જન યાત્રાનાં નામે સુરતમાં PAAS અને SPGનું શક્તિપ્રદર્શન

સુરતઃ ગણેશ વિસર્જનની આડમાં SPG અને PAASએ સુરતમાં શક્તિ પ્રદર્શન કર્યું છે. અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિની મુખ્ય માંગ સાથે હજારો…

4 hours ago

વિઘ્નહર્તાની અશ્રુભીની વિદાય, વિસર્જનને લઇ બનાવાયાં ભવ્ય કૃત્રિમ તળાવો

વડોદરાઃ આજે ઠેર-ઠેર ભગવાન ગણેશજીનું વિસર્જન થશે અને બાપ્પાને આવતા વર્ષે જલ્દી આવવા માટેની ભક્તો દ્વારા વિનંતી પણ કરાશે. ત્યારે…

4 hours ago

વિશ્વની સૌથી મોટી હેલ્થ સ્કીમ લોન્ચ, મોદીએ કહ્યું,”હવે ગરીબ પણ કરાવી શકશે મોંઘી સારવાર”

ઝારખંડઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડની રાજધાની રાંચીથી કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી આયુષ્માન ભારત-રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશનનું શુભારંભ કરાવાયું. આ યોજના અંતર્ગત…

5 hours ago