J&K: કુલગામમાં પોલીસ પાર્ટી પર આતંકી હુમલો, 2 પોલીસ શહીદ, 2 નાગરિકોના મોત

જમ્મુ કાશ્મીર: એક પછી એક હુમલાને અંજામ અપાઇ રહ્યો છે. શનિવારે આતંકવાદીઓ દ્વારા ફરી એક હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો કુલગામ પોલીસ પાર્ટી પર કરવામાં આવ્યો હતો. જેમાં 2 પોલીસ જવાન શહીદ થયા અને 2 નાગરિકોના મોત નિપજ્યા હતા.

મળતી માહિતી અનુસાર, કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકવાદીઓએ એક પોલીસ પાર્ટી પર ગોળીબાર કર્યો જેમાં બે પોલીસ અને બે નાગરિકો માર્યા ગયા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, અજાણ્યા ગનમેને જિલ્લાના મિર બજાર વિસ્તારના શ્રીનગર-જમ્મુ હાઇવે પર ટ્રાફિક કંટ્રોલ પોલીસ પર હુમલો કર્યો હતો. જેમાં કુલ 4 લોકો માર્યા ગયા.

અધિકારીએ જણાવ્યું હતું કે, “ફરજ પર અન્ય ત્રણ પોલીસ જવાનને પણ ગંભીર ઇજાઓ મળી છે.તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.” અને હુમલા બાદ સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે અને આતંકીઓની શોઘખોળની કામગીરી શરૂ કરી છે.

You might also like