VIDEO: નવસારીનાં સુપા કુરેલ ગામમાં વાનરનો આતંક, 19 લોકો પર કર્યો હુમલો

નવસારી તાલુકાનાં સુપા કુરેલ ગામમાં વાનરે ભારે આતંક મચાવ્યો છે. આ વાનરે છેલ્લાં 2 મહિનામાં 19 લોકો પર હુમલા કર્યા છે. મંગળવારે સાંજે વાનરે એક વૃદ્ધ મહિલા પર હુમલો કર્યો હતો. આ હુમલામાં મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. ત્યારે હવે તે વાનરને પકડવા માટે વનવિભાગનાં અધિકારીઓએ ભારે તજવીજ હાથ ધરી છે.

મહત્વનું છે કે દક્ષિણ ગુજરાતમાં માનવભક્ષી પ્રાણીઓની સંખ્યામાં ભારે વધારો જોવાં મળી રહ્યો છે. જેને કારણે ગ્રામ્ય પંથકમાં રહેતા લોકોમાં દહેસતનો માહોલ છવાયેલો રહેતો આવ્યો છે. પરંતુ જે પ્રાણીઓને માનવભક્ષી ગણવામાં નથી આવતા એવા પ્રાણીમાં ગણતરી થતાં વાંદરાએ ગામડાનાં લોકોનું જીવન અસ્ત-વ્યસ્ત કરી નાખ્યું છે.

છેલ્લાં ૨ મહિનાથી સુપા અને કુરેલ ગામમાં એક વાંદરાએ ગામનાં લોકો પર હુમલાઓ કરીને ભારે ઉત્પાત મચાવ્યો છે. જે ઉત્પાતની ઘટના CCTVમાં કેદ થઇ છે તેનો વીડિયો વાઇરલ થતાં વન વિભાગે હવે સતર્ક થઇને પાંજરૂ ગોઠવવાની તજવીજ કરી છે. તેમ છતાં વાનર ના ઝડપાય તો ઇન્જેક્શનનાં સ્ટોક મારીને તેને બેભાન કરવાની અરજીઓ પણ કરાઇ છે જેનાં કારણે વાનર આસાનીથી વન વિભાગનાં હાથે આવી જવામાં સરળતા રહે.

You might also like