VIDEO: આખલાનો આતંક, મહિલાને હડફેટે લેતા ફંગોળાઈ હવામાં

ભરૂચઃ શહેરમાં જાહેરમાર્ગ પર આખલાએ આતંક મચાવ્યો હતો. શક્તિનાથ રેલ્વે ક્રોસિંગ નજીક આ ઘટના બની હતી. રસ્તા પર ઉભેલી મહિલાને એક આખલાએ અડફેટે લીધી હતી. જેને લઇ આખલાની અડફેટે મહિલા જોરદાર હવામાં ફંગોળાઈ હતી.

અડફેટે આવ્યા બાદ ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અન્ય 3ને પણ આખલાએ અડફેટે આવતા તેઓને સામાન્ય ઈજા પહોંચી હતી. જેની આ સમગ્ર ઘટના CCTV માં કેદ થઇ ગઇ છે.

ભરૂચમાં જાહેરમાર્ગ પર આખલાનો આતંક
શક્તિનાથ રેલવે ક્રોસિંગ નજીકની ઘટના
રસ્તા પર ઉભેલી મહિલાને આખલાએ લીધી અડફેટે
આખલાની અડફેટે મહિલા હવામાં ફંગોળાઈ
ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે ખસેડાઈ હોસ્પિટલ
અન્ય 3ને પણ આખલાની અડફેટે સામાન્ય ઈજા
સમગ્ર ઘટના CCTVમાં કેદ

You might also like