દિલ્હીમાં ‘ગળા ઘોંટું’ લૂંટારુ ગેંગનો આતંક

નવી દિલ્હી: દિલ્હીમાં ગળે ટૂંપો આપીને લોકોને લૂંટતી એક ગેંગે આતંક મચાવ્યો છે. આ ગેંગના સાગરીતો તેમના શિકાર પર પાછળથી ત્રાટકે છે અને શિકારનું ગળું થોડી સેકન્ડ માટે એટલા જોરથી દબાવે છે કે શિકાર બેભાન બની જાય છે અને ત્યાર પછી ગળામાંથી સોનાની ચેઇન, પર્સ, ઘડિયાળ અને મોબાઇલ લૂંટીને ફરાર થઇ જાય છે.

આ ગળા ઘોંટું ગેંગના કારણે દિલ્હીમાં ભારે આતંક અને દહેશતનો માહોલ સર્જાયો છે. તાજેતરમાં સાહદરા મેટ્રો સ્ટેશનની બહાર વિકાસ ગોડ રાત્રે રિસર્ચ કામ પતાવ્યા બાદ નોઇડાથી મેટ્રો દ્વારા પરત આવી રહ્યો હતો ત્યારે તે ઉબેર કેબની રાહ જોઇ રહ્યો હતો ત્યારે પાછળથી કોઇએ તેનું ગળું એટલું જોરથી દબાવ્યું હતું કે દસ સેકન્ડમાં તે બેભાન થઇ ગયો હતો અને ૧૦ મિનિટ પછી તે ભાનમાં આવ્યો ત્યારે વરસાદના કારણે કાદવમાં પડ્યો હતો અને તેનાં મોબાઇલ ફોન અને પર્સ ગાયબ હતાં.

એ જ રીતે ગત સપ્તાહે ઇસ્ટ પટેલનગરમાં પણ એક મહિલાનું ગળું દબાવીને તેના હાથની બંને સોનાની બંગડીઓ લૂંટી લીધી હતી.

આ અગાઉ એક મહિના પહેલાં ર૯ જુલાઇએ માનસરોવરપાર્ક વિસ્તારમાં પણ આ પેટર્ન પર ગળું દબાવીને એક મહિલાને લૂંટી લેવાની ઘટના બની હતી. આ મહિલાને બેભાન કરીને લૂંટ ચલાવતી ગેંગ તેની સોનાની ચેઇન અને મોબાઇલ લૂંટીને ફરાર થઇ ગઇ હતી. આ ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઇ ગઇ હતી.

આ વર્ષના જાન્યુઆરીમાં પણ ગળે ટૂંપો આપીને લૂંટ કરવાની બે ઘટનાઓ ઘટી હતી. હુુમલા પહેલાં આ બંને વયોવૃદ્ધ મહિલાઓને ગળું દબાવીને બેભાન કરી દેવાઇ હતી અને ત્યાર બાદ મહિલાને એક ગલીમાં ખેંચી ગયા હતા અને ત્યાર બાદ તેમની પાસેથી લાખોની જ્વેલરી લૂંટી લીધી હતી.

divyesh

Recent Posts

શું પાર્ટનર સાથે પોર્ન ફિલ્મ નિહાળવી જોઇએ?, આ રહ્યું શંકાનું સમાધાન…

ઘણાં સમય પહેલાં સેક્સને લઇ એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં આ સર્વે દ્વારા એવું જાણવાની કોશિશ કરવામાં આવી હતી…

4 hours ago

બુલેટ ટ્રેન મામલે વાઘાણીનું મહત્વનું નિવેદન,”કોંગ્રેસ માત્ર વાહિયાત વાતો કરે છે, એક પણ રૂપિયો અટકાયો નથી”

અમદાવાદઃ PM નરેન્દ્ર મોદીનાં ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનને જાપાનની એજન્સી દ્વારા એક મોટો ઝટકો આપવામાં આવ્યો છે. જેમાં આ પ્રોજેક્ટને…

5 hours ago

સુરતમાં દારૂબંધીને લઈ યોજાઇ વિશાળ રેલી, કડક અમલની કરાઇ માંગ

સુરતઃ શહેરમાં દારૂબંધીને લઈને વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. દારૂનાં કારણે મોતને ભેટેલાં લોકોનાં પરિવારજનો પણ ખૂબ મોટી સંખ્યામાં…

6 hours ago

રાષ્ટ્રપતિનાં હસ્તે વિરાટ કોહલી અને મીરા બાઈ ચાનૂને ખેલ રત્ન એવોર્ડ

જલંધરઃ ભારતીય ક્રિકેટ ટીમનાં કેપ્ટન વિરાટ કોહલીને રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક સમારોહ દરમ્યાન રમત સાથે જોડાયેલ વિશિષ્ટ સમ્માન ખેલ રત્ન…

7 hours ago

રાજકોટઃ લસણનાં ભાવમાં એકાએક ઘટાડો થતાં ખેડૂતોને રોવા દહાડો

રાજકોટઃ શહેરનાં માર્કેટિંગ યાર્ડમાં લસણનાં ભાવમાં એકાએક ઘટાડો થયો છે. હાલમાં એક મણ લસણનો ભાવ 20થી 150 સુધી નોંધાયો છે.…

9 hours ago

બુલેટ ટ્રેનઃ PM મોદીનાં ડ્રીમ પ્રોજેક્ટનું જાપાની એજન્સીએ અટકાવ્યું ફંડીંગ, લાગી બ્રેક

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનને એક મોટો ઝટકો લાગ્યો છે. આ પ્રોજેક્ટને લઇ ફંડિંગ કરતી જાપાની કંપની જાપાન…

9 hours ago