સચિન, સૌરવ અને લક્ષ્મણ નક્કી કરશે ટીમ ઇન્ડીયાનો કોચ

બીસીસીઆઇએ ટીમ ઇન્ડીયાના કોચ નિયુક્ત કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ક્રિકેટ બોર્ડ પાસે કોચ માટે 57 નામાંકન આવ્યા છે જેમાંથી 21 ઉમેદવારોનું નામ શોર્ટલીસ્ટ કરવામાં આવ્યું છે. ભારતના માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડૂલકર, સૌરવ ગાંગૂલી અને વીવીએસ લક્ષ્મણની આગેવાની હેઠળ બીસીસીઆઇએ એક એડવાઇઝરી કમિટી બનાવી છે. આ કમિટિ ટીમ ઇન્ડિયાના હેડ કોચની પસંદગી કરશે. આ કમિટિ સંજય જગદાલેના કો-ઓર્ડિશન હેઠળ કામ કરે છે.

એક અહેવાલ મુજબ કમિટિએ શોર્ટલિસ્ટ કરેલી તમામ અરજીઓ ચેક કરવામાં આવશે અને ત્યારબાદ ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે અને જરૂરિયાત પડશે તો પ્રેઝન્ટેશન માટે બોલાવામાં આવશે. જો કમિટિને એવુ લાગશે કે 57 અરજીઓ પર વિચાર કરવો જરૂરી છે તો કમિટિને 57 અરજીઓ ઉપલબ્ધ કરાશે. એવી આશા રાખવામાં આવી રહી છે કે કમિટિ બીસીસીઆઇને પોતાનો રિપોર્ટ 22 જૂન સુધીમાં આપી દેશે.

કમિટિની કોચ પસંદગીની બધી પ્રક્રિયા મુંબઇ ખાતેના બીસીસીઆઇ હેડક્વાર્ટર પર કરાશે. હાલમાં સચિન તેંડૂલકર દેશની બહાર હોવા છતા સચિને વિડિયો કોન્ફરન્સ દ્વારા ઉપલબ્ધ રહેશે તેમ જણાવ્યું છે.

You might also like