vodafone યૂઝર્સ માટે ખુશખબર, આ દિવાળીથી મળશે ફ્રી નેશનલ રોમિંગ

નવી દિલ્હી: ટેલીકોમની જાણીતી કંપની વોડાફોને દેશભરમાં રોમિંગ દરમિયાન ઇનકમિંગ કોલ ફ્રી કરવા માટેની જાહેરાત કરી છે. કંપનીના જણાવ્યા અનુસાર આ માટેની શરૂઆત દિવાળીથી થશે. એટલે કે દિવાળીથી વોડાફોનના કસ્ટમર્સ દેશભરમાં રોમિંગનો એકસ્ટ્રા ચાર્જ આપ્યા વગર ટ્રાવેલ કરી શકે છે.

વોડાફોન ઇન્ડિયા કોમર્શિયલ ડાયરેક્ટર સંદીપ કટારિયાએ કહ્યું, ‘રોમિંગ દરમિયાન આઉટગોઇંગ કોલની કિંમતો પહેલાથી જ ઓછી કરી દેવામાં આવી હતી, તેમ છતાં કમ્ઝ્યૂમર્સ રિસર્ચથી જાણવા મળ્યું છે કે ઇનકમિંગ કોલ દરમિયાન લાગતાં ચાર્જિસ કસ્ટમર્સ માટે નડતરરૂપ બની રહ્યા છે.’

નોંધનીય છે કે ગત મહિને વોડાફોને પોતાના પ્રીપેડ કસ્ટમર્સ માટે ઓલ ઇન વન રોમિંગ પેક લોન્ચ કર્યુ હતું. આ પેકમાં લોકલ ટોકટાઇમ, એસટીડી, ઇનકમિંગ અને આઉટગોઇંગ રોમિંગ મિનિટ્સ આપવામાં આવે છે. જો કે આ ઓફલ એનસીઆર યૂઝર્સ માટે જ લાગૂ પડ્યા હતા.

નોંધનીય છે કે રિલાયન્સ જીઓ આવવાથી દરેક કંપનીઓ હરિફાઇમાં લાગી ગઇ છે અને સતત નવા પ્લાન રજૂ કરી રહ્યા છે. તમને જણાવી દઇએ કે રિલાયન્સ જીઓ સાથે દેશભરમાં કોલિંગ સાથે રોમિંગ ફ્રી છે.

You might also like