મહિલા હોમગાર્ડ પાસે માલિશ કરાવતો પોલીસ અધિકારીનો VIDEO વાયરલ

0 3

હૈદરાબાદઃ તેલંગાના એક પોલીસ અધિકારીનો ખાખીને શર્મસાર કરતો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં એક પોલીસ અધિકારી એક મહિલા હોમગાર્ડ પાસે પીઠ પર માલિશ કરાવતા જોવા મળે છે. આ વીડિયો ગડવાલ જીલ્લાનાં જોગુલમ્બાનો હોવાનું જણાય છે.

આ વીડિયોમાં દેખાડવામાં આવેલ પોલીસમેન આસિસ્ટન્ટ ઇન્સપેક્ટરનાં પદ પર કાર્યરત છે. આ અધિકારીની ઓળખ હસન તરીકે દર્શાવાઇ રહી છે.

20 સેકન્ડનાં આ વીડિયોમાં ખાખી રંગની સાડીમાં એક મહિલા દેખાય છે. કે જે પોલીસ અધિકારીની પીઠ દબાવી રહી છે. પોલીસ અધિકારી થાકી ગયા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

આ વીડિયો વાઇરલ થયા બાદ પોલીસે તેની તપાસ શરૂ કરી દીધી છે. જો કે આ મામલો જોગલમ્બા ગડવાલનાં પોલીસ અધિકારી એસ.એમ વિજય સુધી પહોંચી ગયો છે. એમણે આ મામલા અંગે વધુ તપાસ પણ હાથ ધરી દીધી છે.

એવું કહેવાય છે કે આ ઘટના ત્રણ દિવસ પહેલાંની છે અને સોમવારનાં રોજ પ્રકાશમાં આવી છે. મીડિયા રિપોર્ટ્સનાં જણાવ્યા અનુસાર ઇન્સ્પેક્ટરે ગૌણ લેડી પોલીસને એલ.બી નગરમાં સ્થિત ઘરે આવવાનું કહ્યું અને તેને માલિશ કરવા માટે પણ કહ્યું.

loading...

Leave A Reply

Your email address will not be published.