Categories: India

માનતા પૂરી થતા સીએમએ સરકારી ખજાનામાંથી 5.59 કરડોનું દાન કર્યું

હૈદ્રાબાદઃ તેલંગણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવે તિરૂપતિ મંદિરમાં ભગવાન વેંકટેશ્વર સ્વામીને 5.59 કરોડના સોનાના દાગીના ચઢાવ્યા છે. ચંદ્રશેખરે આ દાગીના તેલંગણાના અલગ રાજ્ય બનવાની પોતાની માનતા પૂરી કરવાના પ્રસંગે દાન કર્યા છે. બુધવારે સવારે કે. ચંદ્રશેખર રાવ તેમની પત્ની તેમજ પુત્રી અને સાથી મંત્રીઓ સાથે મંદિર પહોંચ્યા હતા અને વિધિવત પૂજા સાથે દાગીના દાન કર્યા હતા. મુખ્યમંત્રી પરિવારના સભ્યો, મંત્રીઓ અને અન્ય ટોચના મંત્રીઓ સાથે તિરૂપતિ મંદિર બે વિમાન દ્વારા પહોંચ્યા હતા.

ચંદ્રશેખર રાવે દાનમાં તિરૂપતિ ભગવાન બાલાજીને 5.45 કરોડ રૂપિયાના સોનાના દાગીના અને દેવી પદ્માવતીને 54 હજાર રૂપિયાની નથણી ચઢાવી હતી. તેમણે 14.20 કિગ્રાની સોનાની સાલિગ્રામ માળા અને 4.56 કિગ્રાનો સોનાનો કંઠહાર ચઢાવ્યો હતો. આ સપ્તાહના અંતમાં કેસીઆર વીરભદ્ર સ્વામીને સોનાની મૂંછોનું દાન કરશે. ગત વર્ષે ઓક્ટોમ્બરમાં 12 કિગ્રાનો સોનાનો મુગટ દાન કરવામાં આવ્યો હતો. મુગટની કિંમત લગભગ 3.5 કરોડ રૂપિયા હતી. રાવ પર આ રીતે સરકારી પૈસા ખર્ચ કરવાનો આરોપ પહેલાં પણ લાગ્યો છે.

http://sambhaavnews.com/

Navin Sharma

Recent Posts

બેન્ક પર ગયા વગર 59 મિનિટમાં મળશે લોન

નવી દિલ્હી: નાણાં મંત્રાલયે એમએસએમઇ લોન પ્લેટફોર્મને લઇને એક મોટો નિર્ણય કર્યો છે. આ નિર્ણય હેઠળ હવે એમએસએમઇને બેન્કની બ્રાન્ચ…

2 hours ago

ગુજરાતમાં ઓલા-ઉબેરને ફટકોઃ 20 હજાર કેબ જ રાખી શકશે

નવી દિલ્હી: ગુજરાત સરકારે રાજ્યમાં ઓલા, ઉબેર અને એપ દ્વારા કેબ સર્વિસ આપનારી કંપનીઓનું ફ્લિટ ૨૦ હજાર કેબ સુધી મર્યાદિત…

2 hours ago

‘માય બાઇક’ના ધુપ્પલ પર પાંચ વર્ષે બ્રેકઃ કોન્ટ્રાક્ટ રદ કરી દેવાયો

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓને ફરીથી શહેરમાં સાઇકલ શે‌રિંગનું ઘેલું લાગ્યું છે. આગામી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ સાઇકલ શે‌રિંગની દરખાસ્ત મૂકીને પુનઃ…

3 hours ago

મેટ્રો પ્રોજેક્ટમાં મજૂરોને ટિફિન સપ્લાયના બહાને વેપારીને 13 લાખનો ચુનો લગાવ્યો

અમદાવાદ: નરોડા રોડ પર અશોક મિલ પાસે રહેતા અને કેટરર્સનો વ્યવસાય કરતા યુવક સાથે રાજસ્થાનના લેબર કોન્ટ્રાકટરે રૂ.૧૩ લાખની છેતર‌પિંડી…

3 hours ago

`આધાર’ પર સુપ્રીમ ચુકાદો: સુપ્રીમ કોર્ટે શરતો સાથે આધાર કાર્ડને આપી માન્યતા

નવી દિલ્હી: આધારકાર્ડની બંધારણીય કાયદેસરતા અને યોગ્યતાને લઇને સુપ્રીમ કોર્ટના પાંચ જજની બેન્ચે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતાં જણાવ્યું હતું કે આધાર…

3 hours ago

રાજ્ય સરકાર ઇચ્છે તો પ્રમોશનમાં અનામત આપી શકે છેઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ સરકારી નોકરીઓમાં પ્રમોશનમાં અનામતના મામલાને સુપ્રીમ કોર્ટે સાત જજની બેન્ચ પાસે મોકલવાનો ઇનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે નાગરાજ…

3 hours ago