ચાર દિવસમાં તેજસનું ઉડ્યું તેજ, થયા આવા હાલ

નવી દિલ્હીઃ મુંબઇથી ગોવા બીચ સોમવારે સુપર ફાસ્ટ તેજસ એક્સપ્રેસની શરૂઆત રેલપ્રધાન સુરેશ પ્રભુ દ્વારા કરાઇ હતી. જોકે ચાર દિવસમાં જ તેજસના હાલ બે હાલ થઇ ગયા છે. તેમાં મુસાફરી કરનારા પ્રવાસીઓ હેડફોન ચોરીને લઇ ગાય છે. હેડફોન ચોરાયાનો મામલો બુધવારે ટ્રેન ગોવાથી મુંબઇ આવી રહી હતી ત્યારે સામે આવ્યો. કેટલાક મુસાફરોએ ફરીયાદ કરી કે તેમની એલઇડી સ્ક્રિન પર કાર્યક્રમની મજા લેવા માટે હેડફોન જ નથી. ટ્રેનની શરૂઆત થતા પહેલાં જ તેના કાચ તૂટ્યા હોવાની ફરીયાદ પણ સામે આવી હતી.

સેન્ટ્રલ રેલવેએ તેજસના વખાણ કરવા સાથે તેને પાટા પરનું પ્લેન ગણાવ્યું હતું. તેમાં વર્લ્ડ ક્લાસ ફેસેલિટી મુસાફરોને આપવામાં આવી છે. મલમલની સીટ, એલઇડી સ્ક્રિન્સ, વાયફાઇ, સીસીટીવી કેમેરા, ચા અને કોફીના મશીનોની સુવિધા સાથે 200 કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રેન મુંબઇથી ગોવાની વચ્ચે 552 કિમીની અંતર 9 કલાકમાં પૂરા કરે છે. 992 સીટ વાળી આ ટ્રેન સૌથી સસ્તી ટ્રેન ટિકિટ 1185 રૂપિયા છે. આ ભાડુ ચેરકારનું છે. તેમાં ભોજનની સુવિધા આપવામાં આવતી નથી. જ્યારે સૌથી મોંઘી ટિકિટ 2740 રૂપિયા છે.

રેલવેના એક સીનિયર અધિકારીએ જણાવ્યું કે ટ્રેનમાં સોમવારની સફર બાદ ઓછામાં ઓછા એક ડઝન જેવા હેડફોન ચોરાયા છે. ઘણી એલઇડી સ્ક્રિન પર સ્ક્રેચિસ જોવા મળી રહ્યાં છે. મુસાફરીની શરૂઆતમાં જ હેડફોન વેહેચવામાં આવ્યા હતા. તેને પરત કરવાની જાહેરાત કરવામાં આવી નથી, કારણકે અમને આશા હતી કે મુસાફરો તેને પોતાની સાથે લઇ નહીં જાય.

http://sambhaavnews.com/

You might also like