કેસરીયા રંગમાં રંગાઇ ‘તેજસ એક્સપ્રેસ’ નવા લૂક સાથે જોવા મળી…

નવી દિલ્હી-ચંદીગઢ વચ્ચે દોડનારી તેજસ એક્સપ્રેસ ટ્રેન તૈયાર થઇ ગઇ છે. તેજસ એકસપ્રેસ નવા લૂક સાથે દિલ્હી પહોંચી ગઇ છે. કપૂરથલા કોચ ફેકટરીમાં બનેલ તેજસ એક્સપ્રેસની બીજી રેક પ્રથમ તેજસ એક્સપ્રેસની સરખામણીએ વધારે આધૂનિક છે. નવી તેજસ એક્સપ્રેસમાં કલર સ્કીમને પૂરી રીતે બદલી નાંખવામાં આવી છે.

જૂના વાદળી રંગની જગ્યા હવે કેસરી, પીળો અને ભૂરા કલરના ડબ્બા કરવામાં આવ્યા છે. નવો લૂક જોતા એવું લાગી રહ્યું છે ટ્રેન પર કેસરીયો લહેરાઇ ગયો હોય. કેન્દ્રની મોદી સરકારે ત્રણ રેલવે રૂટ પર તેજસ એક્સપ્રેસ દોડાવાની જાહેરાત કરી હતી. મુંબઇ અને ગોવા વચ્ચે ગત વર્ષે મે મહિનામાં પ્રથમ તેજસ એક્સપ્રેસની શરૂઆત કરવામાં આવી છે.

બીજી તેજસ એક્સપ્રેસ નવી દિલ્હી અને ચંદીગઢ વચ્ચે દોડાવામાં આવશે. જ્યારે ત્રીજી તેજસ એક્સપ્રેસ દિલ્હીના આનંદ વિહારથી લખનઉ વચ્ચે દોડશે. નવી તેજસ એક્સપ્રેસમાં વિનાયલ રેપિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફાયરથી બચવા માટે સેન્સર લગાવામાં આવ્યા છે. આ સાથે દરેક ડબ્બામાં સીસીટીવી કેમેરા લગાવામાં આવ્યા છે.

તેજસ એક્સપ્રેસમાં એલઇડી સ્ક્રીન પર ઓન ડિમાન્ડ એન્ટરટેઇમેઇન્ટ બતાવામાં આવશે. ટ્રેનમાં ઓન બોર્ડ વાઇફાઇષ મોડૂયલર બાયો ટોયેલટ તેમજ આરામદાયક સીટ લગાવામાં આવી છે. તેજસ એક્સપ્રેસમાં બારીઓમાં ઓટોમેટિક રીતે ઓપન થતાં પડદા લગાવામાં આવ્યાં છે.

નવી તેજસ એક્સપ્રેસ ટ્રેનના ઇન્ટીનિયરને નવા રંગ સાથે સીટને બદલવામાં આવી છે. નવી તેજસ એક્સપ્રેસમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યાં છે. આ ટ્રેનમાં એલઇડી સ્ક્રીન પહેલાની જેમ જ લગાવામાં આવી છે. દરેક સીટની ઉપર રીડિંગ લાઇટ લગાવામાં આવી છે. રેલવેના અધિકારીઓ મુજબ નવી દિલ્હી અને ચંદીગઢ વચ્ચે તેજસ એક્સપ્રેસ 3 કલાક જેટલો સમય લગાવશે.

divyesh

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

4 hours ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

4 hours ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

5 hours ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

5 hours ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

5 hours ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

5 hours ago