તેજસમાં 20,000 ફૂટની ઊંચાઈ પર રિફ્યૂલિંગ કરાયુંઃ ભારત દુનિયાના ગણતરીના દેશોમાં સામેલ

નવી દિલ્હી: દેશમાં પહેલી વાર ભારતીય વાયુસેનાના તેજસ વિમાનમાં સફળતાપૂર્વક એરિયલ રિફયૂલિંગ કરવામાં આવ્યું. આ પ્રક્રિયા મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ર૦,૦૦૦ ફૂટની ઊંચાઇ પર સવારે ૯-૩૦ કલાકે પૂરી થઇ. તેની સાથે જ ભારત લડાકુ વિમાનો માટે એર ટુ એર સિસ્ટમ વિકસાવનાર દેશોના સમૂહમાં સામેલ થઇ ગયો છે.

વાયુસેનાના જણાવ્યા મુજબ લાઇટ કોમ્બેટ એરક્રાફટ તેજસ એએસપી-૮માં વાયુસેનાના આઇએલ-૭૮ ટેન્કર વિમાનથી ૧૯૦૦ કિલોગ્રામ ઇંધણ ભરવામાં આવ્યું. આ દરમિયાન તેજસની ગતિ ર૭૦ નોટ એટલે કે પ૦૦ કિ.મી. પ્રતિકલાક હતી. રિફ્યૂલિંગ દરમિયાન તેજસની કમાન વિંગ કમાન્ડર સિદ્ધાર્થસિંહના હાથમાં હતી.

ગ્વાલિયર સ્ટેશનથી એચએએલ અને એડીએએ આ પ્રક્રિયાનું ધ્યાન રાખ્યું. આ સ્વદેશી લડાકુ વિમાનને હિંદુસ્તાન એરોનોટિક્સ લિ.એ તૈયાર કર્યું છે. કંપનીના ચેરમેન અને એમડી આર. માધવને કહ્યું કે તેજસને એરિયલ રિફ્યૂલિંગ પ્રમાણે ડિઝાઇન કરવામાં આવ્યું હતું, જે સફળ સાબિત થયુું.

આર. માધવનના જણાવ્યા મુજબ આ ઉપલ‌િબ્ધ સાથે ભારત એ પસંદગીના દેશોમાં સામેલ થયું છે, જેણે સૈન્ય વિમાનોમાં એર ટુ એર રિફ્યૂલિંગની પ્રણાલી વિકસાવી છે. ત્રણ મહિના પહેલાં એર ટુ એર બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

divyesh

Recent Posts

ક્રૂડ ઓઈલ 11 મહિનાની નીચી સપાટીએઃ 6.5 ટકાનો જંગી ઘટાડો

વોશિંગ્ટન: વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ ૧૧ મહિનાની સૌથી નીચી સપાટીએ આવી ગયો છે. ગ્લોબલ આર્થિક મંદી અને સપ્લાય વધવાની…

40 mins ago

CBI વિવાદમાં NSA અ‌જિત ડોભાલનો ફોન ટેપ થયાની આશંકા

નવી દિલ્હી: સીબીઆઇના આંતરિક ગજગ્રાહ વચ્ચે એક ચોંકાવનારી હકીકત બહાર આવી છે. સરકારને એવી આશંકા છે કે કેટલાય સંવેદનશીલ નંબરો…

47 mins ago

મેઘાણીનગરના કેટરરના દસ વર્ષના અપહૃત બાળકનો હેમખેમ છુટકારો

અમદાવાદ: મેઘાણીનગર વિસ્તારના ભાર્ગવ રોડ પરથી ગઇ કાલે મોડી રાતે એક દસ વર્ષના બાળકનું અપહરણ થતાં ચકચાર મચી ગઇ હતી.…

1 hour ago

સાયન્સ સિટીમાં દેશની પહેલી રોબોટિક ગેલેરી ખુલ્લી મુકાશે

અમદાવાદ: આપણે અત્યાર સુધી રોબોટની સ્ટોરી ફિલ્મો જોઈ હશે પણ આવી કાલ્પનિક કથા વાસ્તલવિક રૂપમાં હવે અમદાવાદ અને દેશમાં પહેલી…

1 hour ago

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બાવીસ વર્ષ પછી ક્લાર્ક કક્ષાએ બઢતી અપાઈ

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા ગઈ કાલે બાવીસ વર્ષ બાદ કલાર્ક કક્ષાના કર્મચારીઓને સિનિયોરિટીના આધારે બઢતી અપાતાં કર્મચારીઓમાં ભારે આનંદની…

1 hour ago

Ahmedabadમાંથી વધુ એક કોલ સેન્ટર પકડાયુંઃ રૂ.84 લાખ જપ્ત

અમદાવાદ: ગેરકાયદે ચાલતા કોલ સેન્ટરમાં પોલીસની ધોંસ વધતાં હવે લોકો તેમના ઘરમાં નાના નાના પાયે કોલ સેન્ટર ચલાવી રહ્યા છે.…

1 hour ago