સ્માર્ટફોન ગરમ થવાની સમસ્યાથી આ રીતે મેળવો છૂટકારો

0 0

નવી દિલ્હી : મે-જૂનની ગરમીથી તમે જ નહી ગણી વખત તમારો સ્માર્ટફોન પણ ગરમ થઇ જાય છે. સ્માર્ટફોનનાં ગરમ થઇ ગયા બાદ હેંગ થવું, બંધ થઇ જવું જેવી સમસ્યાઓથી યુઝર્સ સામે જજુમતા હોય છે. નોંધનીય છે કે ફોન ગરમ થતા ફોનનાં યુસેઝ પર પણ નિર્ભર કરે છે. તમારાં આ રિપોર્ટમાં અમે તમને બદલાઇ રહેલ વાતાવરણ અને હેવી હવામાન અને હેવી યુઝનાં કારણે ગર્મ થઇ જતા સ્માર્ટફોનનાં મેઇન્ટેનન્સની ટીપ્સ જણાવી રહ્યા છીએ.

કારમાં ફોન ન છોડો
તમે સાંભળ્યું હશે કે કારમાં બાળકને છોડીને જવું ગેરકાયદેસર છે. આ વસ્તુ સ્માર્ટફોન પર પણ લાગુ પડે છે. સ્માર્ટફોન કારમાં છોડવું ખતરનાક સાબિત થઇ શકે છે. જો તમે કારમાં મુસાફરી કરી રહ્યા છો તો તમે તમારો ફોન ક્યાં મુકશો. જો તમે લાંબી યાત્રા પર છો તો તમે કારનાં એસી પર એક મેગનેટિક કાર માઉન્ટ લગાવી શકો છો. જેના પર ફોન ફિક્સ થઇ જશે.

નકામાં એપ્સ અને સર્વિસને બંધ કરો
જો તમારા ફોનમાં બ્લૂતૂથ, એલટીઇ, વાઇફાઇ અને જીપીએસનું કામ નથી તો તેને બંધ કરી દેવા જોઇએ. કારણ કે જો તમે ક્યાંય તડકામાં છો અને તમારા ફોન તમારાં ખીચામાં છે તો તમારા ફોન પર લોડ પડશે. બેટરી પણ વધારે ખર્ચ થશે. ઉપરાંત ફોનનેવારંવાર ચાર્જ કરવાથી પણ ફોન ગરમ થઇ જાય છે.

જો તમારા ફોનમાં કવર લગાવેલું છે તો તે ગરમીનાં દિવસોમાં તેને હટાવી દો. આ ફોન ગરમ થવાનું એક મોટુ કારણ હોઇ શકે છે. એવું કરવાથી ફોન ગરમ થવાની શક્યતાઓ વધી જાય છે.

જો તમારી આસપાસ વધારે ગરમી છે અને તમારી પાસે બે ડિવાઇસ છે તો બંન્ને અલગ અલગ રાખો. બંન્ને ડિવાઇસ એક સાથે રાખવાથી તે ડબલ ગરમ થઇ જશે.

loading...

Leave A Reply

Your email address will not be published.