Categories: India

શહીદોનાં બદલે આતંકવાદીઓ માટે રાજનીતી કરનારની હલકી માનસિકતા છતી થાય છે : શિવરાજ

ભોપાલ : મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે સોમવારે એન્કાઉન્ટરમાં આતંકવાદીઓ અંગે આકરી ટીપ્પણી રી હતી. શિવરાજે કહ્યું કે, સિમીના આતંકવાદીઓના એન્કાઉન્ટર પર રાજનીતી કરનારા લોકોને શરમ આવવી જોઇએ. આ પ્રકારની હલકી રાજનીતિ કરનારા રાજનેતાઓને શરમ આવવી જોઇએ.

મુખ્યમંત્રી ચૌહાણે ભોપાલ જેલમાં આતંકવાદીઓ સામે લડતા લડતા શહીદ થયેલા રમાશંકર યાદવના અંતિમ સંસ્કાર બાદ પત્રકારો સાથે વાતચીત કરી હતી. અગાઉ શહીદને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. જ્યાં મુખ્યમંત્રી પણ શહીદની અંતિમ યાત્રામાં હાજર રહ્યા હતા. તેમણે અર્થીને ખભો પણ આપ્યો હતો. સહકારિતા મંત્રીએ પણ શહીદની અર્થીને ખભો આપ્યો હતો.

મુખ્યમંત્રીએ કહ્યું કે જે વ્યક્તિ પોતાના કર્તવ્ય માટે શહીદ થઇ ગયા. તેના માટે શહાદત પર બે શબ્દ કહેવાના બદલે હલરી રાજનીતિ ચાલુ થઇ ગઇ છે. શહીદ માટે બે આંસુ વહેવડાવ્યા તો ખ્યાલ આવ્યો હશે કે એવું નેતાઓનાં હૃદયમાં કોઇ સંવેદના છે. ગંદી રાજનીતિ કરવી, વોટ બેંકની રાજનીતિ કરવી… શું આવી થઇ ગઇ છે આપણી રાજનીતી.

ચૌહાણે કહ્યું કે આ લોકોને શહીદોની શહાદત નથી દેખાતી. તેમણે કહ્યું કે આ આતંકવાદી હતા તો રતલામમાં શિવપ્રસાદની હત્યા કરી ચુક્યા છે. ખંડવામાં સીતારામ યાદવની હત્યા કરી ચુક્યા છે. ભોપાલમાં રમાશંકરની હત્યા કરી દીધી. બે શબ્દો તેમને કહી દેવામાં આવે છે, બે આંસુ તેમના માટે પણ ખર્યા હોત. શરમ આવવી જોઇએ આવા નેતાઓ પર. આ નેતાઓને દેશભક્તી સાથે કોઇ લેવાદેવા નથી.

Navin Sharma

Recent Posts

યુવકે ઇન્સ્ટાગ્રામ પર ફોટા અપલોડ કરતાં યુવતીએ ફિનાઇલ પીધું

મહેસાણા નજીક આવેલા પાલાવાસણાના સાંઇ રો-હાઉસમાં રહેતા એસઆરપીના જવાનની ૧૮ વર્ષની પુત્રીને છ મહિનાથી ગામનો આકાશ બાબુભાઇ રાઠોડ મિત્રતા કેળવવા…

9 mins ago

મજૂરી માટે આવેલ યુવકોનું કાલુપુર રેલવે સ્ટેશનથી અપહરણ કરી રૂમમાં ગોંધી રખાયા

અમદાવાદ: ઝારખંડથી અમદાવાદમાં મજૂરીકામ માટે આવેલા ૧૧ મજૂરનાં કાલુપુર રેલવે સ્ટેશનથી અપહરણ કરીને માણસાના રાજપુરા ગામે ફેક્ટરી પર લાવી મરજી…

14 mins ago

ભારતની બધી મેચ દુબઈમાં યોજાતાં પાક. કેપ્ટન નારાજ

દુબઈઃ પાકિસ્તાની કેપ્ટન સરફરાઝ અહમદે ગઈ કાલે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું, ''એશિયા કપમા નિયમ બધા માટે એકસરખા હોવા જોઈએ. ભારત…

17 mins ago

Stock Market: નિફ્ટી 11,300ને પારઃ સેન્સેક્સમાં 100 પોઈન્ટનો ઉછાળો

અમદાવાદ: આજે શરૂઆતના કારોબારમાં બજારમાં તેજી જોવા મળી છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં ૦.૨૫ ટકાનો ઉછાળો દેખાઇ રહ્યો છે. નિફ્ટી ૧૧,૩૦૦ની…

23 mins ago

CBSEએ દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ક્રાંતિકારી સુધારા સૂચવ્યા

નવી દિલ્હી: સીબીએસઇએ દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ક્રાંતિકારી સુધારાનો પ્રસ્તાવ મૂક્યો છે. સીબીએસઇએ વિશેષ જરૂરિયાતવાળાં બાળકો માટે કોઇ ખાસ પગલાં ભરવાનું…

47 mins ago

પીટર મુખરજી સાથે છૂટાછેડાના બદલે ઈન્દ્રાણીએ જ્વેલરી અને ફર્નિચર માગ્યાં

મુંબઇ: હાઇપ્રોફાઇલ શીના બોરા હત્યાકાંડમાં જેલની સજા ભોગવી રહેલાં પતિ-પત્ની પીટર મુખરજી અને ઇન્દ્રાણીએ આખરે છૂટાછેડાની અરજી દાખલ કરી દીધી…

51 mins ago