WC2019: આ તારીખે થશે ભારત-પાકિસ્તાનની ટક્કર

આગામી વર્ષે ઇંગ્લેન્ડમાં થનારા વર્લ્ડ કપ માટે ભારતની મેચોની તારીખો અને જગ્યાઓની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારત ઇંગ્લેન્ડમાં થનારા વર્લ્ડ કપની પહેલી મેચ 5 જૂનના સાઉથ આફ્રિકાની વિરુદ્ઘમાં રમશે, જ્યારે 16 જૂનના પાકિસ્તાનની સાથે મેચ રમશે. ભારતીય ટીમ સાઉથેમ્પટન (સાઉથ આફ્રિકા, અફઘાનિસ્તાન) બર્મિંઘમ (ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશ) અને માન્ચેસ્ટર (પાકિસ્તાન અને વેસ્ટઈન્ડિઝ)માં બે-બે મેચ રમશે. જ્યારે ઓવલ (ઓસ્ટ્રેલિયા), નોટિંઘમ (ન્યૂઝીલેન્ડ) અને લીડ્સ(શ્રીલંકા)માં એક એક મેચ રમશે.

આવું છે ટીમ ઇન્ડિયાનું શેડ્યૂલ:
5 જૂન: ભારત Vs દક્ષિણ આફ્રિકા (સાઉથેમ્પટન)
9 જૂન: ભારત Vs ઓસ્ટ્રેલિયા (ઓવલ)
13 જૂન: ભારત Vs ન્યૂઝિલેન્ડ (નોટિંઘમ)
16 જૂન: ભારત Vs પાકિસ્તાન (માન્ચેસ્ટર)
22 જૂન: ભારત Vs અફઘાનિસ્તાન (સાઉથેમ્પટન)
27 જૂન: ભારત Vs વેસ્ટઈન્ડિઝ (માન્ચેસ્ટર)
30 જૂન: ભારત Vs ઈંગ્લેન્ડ (બર્મિંઘમ)
2 જૂલાઈ: ભારત Vs બાંગ્લાદેશ (બર્મિંઘમ)
6 જૂલાઈ: ભારત Vs શ્રીલંકા (લીડ્સ)
9 જૂલાઈ: પહેલી સેમીફાઈનલ (માન્ચેસ્ટર)
11 જૂલાઈ: બીજી સેમીફાઈનલ (બર્મિંઘમ)
14 જૂલાઈ: ફાઈનલ (લોર્ડ્સ)

BCCIના એક અધિકારી અનુસાર, વર્લ્ડ કપ 2015 ઑસ્ટ્રેલિયા અને ચેમ્પિયન્સ ટ્રોફી 2017 ઇંગ્લેન્ડ પછી આ પહેલી વખત હશે જ્યારે ICCના કોઇ ઇવેન્ટ ભારત અને પાકિસ્તાનની વચ્ચે મેચ શરૂઆતમાં નહી રમાય. આ વર્લ્ડ કપની ખાસિયત હશે કે તમામ ટીમ એકબીજાની વિરુદ્ઘમાં રમશે. આ પહેલા 1992માં થયેલા વર્લ્ડ કપમાં આ નિયમને લાગૂ કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, આવતા વર્ષે 29 માર્ચથી 19 મેની વચ્ચે IPL રમાશે, કેમકે વર્લ્ડ પર 30 મેના શરૂ થશે જેથી IPL પૂરી થયા પછી તમામ ખિલાડીઓ પોતાની રાષ્ટ્રીય ટીમની સાથે જોડાઇ શકે.

You might also like