Oppoએ લોન્ચ કરી ભારતીય ક્રિકેટ ટીમની નવી ટીશર્ટ

નવી દિલ્હી : Oppo એ આજે તેનો નવો સ્માર્ટફોન F3 લોન્ચ કરી દીધો છે. તેની સાથે આ ઇવેન્ટમાં કંપનીએ ભારતીય ક્રિકેટરોની નવી ટી-શર્ટ પણ લોન્ચ કરી છે. ઉલ્લેખનીય છે કે Oppo ભારતીય ક્રિકેટ ટીમની બ્રાન્ડ પાર્ટનર છે. મુંબઇમાં યોજાયેલ આ ઇવેન્ટમાં બીસીસીઆઇના સીઇઓ રાહુલ જોહરી અને Oppo ના પ્રમુખ સ્કાઇ લીએ ભારતીય ક્રિકેટ ટીમની આ નવી ટી-શર્ટને લોન્ચ કરી છે.

જો કે ભારતીય ક્રિકેટરની નવી ટી-શર્ટમાં બહુ વધારે ફેરફાર નજર આવતો નથી. ભારતીય ક્રિકેટ ટીમના બ્રાન્ડ પાર્ટનર હોવાના કારણે ટી-શર્ટના આગળના ભાગમાં Oppo લખેલું જોવા મળે છે. જ્યારે ટી-શર્ટમાં ડાબી બાજુએ સ્લિવ પર પણ કંપનીનો સિમ્બોલ નજરે પડે છે. જ્યારે ટી-શર્ટની ટોપ જમણી બાજુએ Nike કંપનીનો સિમ્બોલ જોવા મળે છે. જ્યારે ડાબી બાજુએ BCCIનો સિમ્બોલ જોવા મળી રહ્યો છે. તેની બરાબર ઉપરની સાઇડ ત્રણ સ્ટાર જોવા મળે છે.

http://sambhaavnews.com/

You might also like