શિક્ષકો-કર્મચારીઓ દ્વારા ધો.૧૦-૧રનાં પરીક્ષાફોર્મની કામગીરીનો બહિષ્કાર

અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યભરની ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો, કર્મચારીઓ અને શાળા સંચાલકોના લાંબા સમયથી વણઉકલ્યા રહેલા પ્રશ્નો બાબતે નિરાકરણ નહીં આવતાં આજથી લડતનું બ્યૂગલ ફૂંકવામાં આવ્યું છે. તાજેતરમાં જ ધોરણ-૧૦ અને ૧રની પરીક્ષાનાં ર‌િજસ્ટ્રેશન ફોર્મની કામગીરી હાથ ધરાઇ છે. આજથી વિદ્યાર્થીઓનાં પરીક્ષાફોર્મ ભરવાની કામગીરીનો ગ્રાન્ટેડ શાળાઓએ બહિષ્કાર કર્યો છે. ૬ર હજાર કર્મચારીઓ આ કામગીરીનો બહિષ્કાર કરશે.

સોમવારે ૧૬ ઓક્ટોબરે સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં કાર્યક્રમ સહિત શિક્ષણ બોર્ડની ૧૮ ઓકટોબરની સામાન્ય સભાની કામગીરીનો બહિષ્કાર કરવામાં આવશે. ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના પ્રમુખ પ્રવીણસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે ગઇ કાલે સંઘની સંકલન સમિતિની મળેલી તાકીદની બેઠકમાં અમે આ નિર્ણય લીધો છે, જેમાં ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો-કર્મચારીઓ અને સંચાલકોના વણઉકલ્યા પ્રશ્નો બાબતની કામગીરીનો બહિષ્કાર ઉપરાંત આંદોલનાત્મક કાર્યક્રમ કરીશું.

તે અંતર્ગત ૧૬ ઓક્ટોબરે ધરણાં, ધોરણ-૧૦ અને ૧રનાં ફોર્મ ભરવાનો બહિષ્કાર, કલેક્ટર અને પ્રધાનોને આવેદનપત્ર અને ૧૮ ઓક્ટોબરની સામાન્ય સભાનો બહિષ્કાર થશે. અમારી માગણીઓ છે કે ૧૮ જાન્યુઆરી, ર૦૧૭થી ફિક્સ પગારમાં વધારો કરવો, ૧૯૯૯થી શિક્ષણ સહાયકની નોકરી સળંગ ગણવી, ટ્રાન્સપોર્ટ એલાઉન્સ આપવું, નવી ભરતી કરવી, ગ્રાન્ટ ની‌િતનો અમલ કરવો વગેરે બાબતો સમાવિષ્ટ છે.

You might also like