TDSના દરમાં ઘટાડો કરી સરળ કરવા માગ

નવી દિલ્હી: ઇન્કમટેક્સના કાયદામાં સરળીકરણ લાવવા ટેક્સ ડિડક્શન ઓન સોર્સ-ટીડીએસના દરમાં ઘટાડો કરવાની માગ ન્યાયમૂર્તિ આર.વી. ઇશ્વર કમિટીએ કરી છે. કમિટીના જણાવ્યા પ્રમાણે હાલ જોગવાઇ છે તેને અનુકૂળ બનાવવાની જરૂરિયાત છે. કમિટીએ હિંદુ અવિભક્ત કુટુંબ-એચયુએફ માટે ટીડીએસના હાલ દર ૧૦ ટકા છે તેમાં ઘટાડો કરી પાંચ ટકા કરવાની માગ કરી છે. કમિટીએ સિક્યોરિટી પર વ્યાજના મામલે ટીએસ લિમિટ વર્તમાન રૂ. ૨૫૦૦ છે. તેને વધારીને ૧૫,૦૦૦ રૂપિયા વાર્ષિક કરવાની માગ કરી છે તથા ટીડીએસ દર પાંચ ટકા કરવાની માગ કરી છે. આર.વી. ઇશ્વર કમિટીએ ૭૮ પાનાંના આપેલા રિપોર્ટમાં જણાવ્યું છે કે પાછલાં કેટલાંક વર્ષોથી ટીડીએસમાં જોગવાઇ જટિલ સમસ્યા છે.

You might also like