Categories: Business

GST ની નવી સિસ્ટમમાં કરદાતાએ ટેક્સ ક્રેડિટ લેવી સરળ બનશે

નવી દિલ્હી: જીએસટી અંતર્ગત કરદાતાઓને મોટી રાહત આપવાની સરકાર તૈયારી કરી રહી છે. ઇન્ફોસિસના નંદન નીલેકણીના પ્રસ્તાવિત મોડેલને લાગુ કરવાની સરકાર તૈયારી કરી રહી છે. જીએસટી અંતર્ગત કરચોરીને રોકવા માટે બિલના ચેકિંગનું જે મોડલ આપ્યું છે તે મોડલને સાધારણ સુધારા સાથે લાગુ કરવામાં આવી શકે છે. કરદાતાને ટેક્સ સિસ્ટમના આ મોડલ અંતર્ગત ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવામાં સરળતા રહેશે.

બિહારના નાયબ મુખ્યપ્રધાન સુશીલકુમાર મોદીની અધ્યક્ષતામાં આવતી કાલે ગ્રૂપ ઓફ મિનિસ્ટરની એક બેઠક મળી રહી છે, જેમાં જીએસટી રિટર્ન દાખલ કરવાની પ્રક્રિયાને મંજૂરીની મહોર મારવામાં આવશે. ત્યાર બાદ આગામી મહિને ૧૦મી માર્ચે કાઉન્સિલની બેઠકમાં મંજૂરી માટે રજૂ કરવામાં આવશે.

પ્રાપ્ત થતી માહિતી મુજબ કરદાતાએ હવે જીએસટીનું એક જ રિટર્ન ભરવું પડી શકે છે. હાલ જીએસટીઆર-૧, ૨, ૩ અને જીએસટીઆર-૩ બી દાખલ કરવું પડે છે. ઇનપુટ ટેક્સ ક્રેડિટના દાવા માટે કરદાતાએ બિલના ખરીદ વેચાણની મેળવણી કરવી જરૂરી છે, જે જીએસટી નેટવર્ક અગાઉ કરતું હતું. હવે આ સિસ્ટમમાં બદલાવ કરીને કરદાતાએ ખરીદ વેચાણનાં બિલનું ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવા માટે સ્વયં મેળવણી કરવી પડી શકે છે.

મળતી માહિતી મુજબ જીએસટી કાઉન્સિલના મોટા ભાગનાં રાજ્યો ટેક્સની આ સિસ્ટમની તરફેણમાં છે. આ સિસ્ટમ અંતર્ગત રિટર્ન દાખલ કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ થઇ શકશે. કરદાતાએ માત્ર બિલો જ અપલોડ કરવાનાં રહેશે, જેમાં ખરીદનાર દ્વારા અપલોડ કરવામાં આવેલા બિલો વેચાણ કરનાર પણ જોઇ શકશે.

નવેમ્બરમાં જીએસટીની આવક ઘટીને ૮૦૮.૦૮ અબજ રૂપિયા થઇ ગઇ હતી, પરંતુ સરકારની સતર્કતાના કારણે ફરી એક વખત ડિસેમ્બરમાં આવકમાં વધારો નોંધાતો જોવા મળ્યો હતો, જે વધીને ૮૮૦ અબજ રૂપિયાની આવક જોવા મળી હતી.

ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા જીએસટીની પ્રક્રિયાને લઇને છેલ્લા કેટલાય સમયથી કારોબારીઓ દ્વારા પ્રશ્નો ઊભા કરાયા હતા અને તેમાં સરળીકરણ લાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી. જીએસટી કાઉન્સિલની પાછલી બેઠકમાં પણ એ અંગે ચર્ચા હાથ ધરાઇ હતી,પરંતુ કેટલાંક રાજ્યો દ્વારા કેટલાક મુદ્દાઓને લઇને પ્રશ્નો ઊભા કરાયા હતા.

આગામી ૧૦મી માર્ચે મળી રહેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં નવી સિસ્ટમને આખરી મંજૂરીને ઓપ આપવામાં આવી શકે છે, જેના કારણે વેપારીએ હવે માત્ર એક જ રિટર્ન ભરવું પડી શકે છે.

divyesh

Recent Posts

આધાર પર SCનાં ચુકાદાથી વિદ્યાર્થીઓને મોટી રાહત, જાણો શેમાંથી અપાઇ મુક્તિ?

બુધવારનાં રોજ અપાયેલા સુપ્રિમ કોર્ટનાં નિર્ણય અનુસાર CBSE અને NEETની પરીક્ષાઓને માટે હવે આધાર અનિવાર્ય નથી. પરંતુ તમને જણાવી દઇએ…

44 mins ago

રાજકોટમાં ડેકોરા ગ્રૂપ પર IT વિભાગનાં દરોડા, જપ્ત કરાઇ 3 કરોડની રકમ

રાજકોટ: શહેરમાં આઈટી વિભાગે બોલાવેલાં સપાટા બાદ કુલ રૂપિયા 3 કરોડની રોકડ રકમ ઝડપાઈ છે. આઈટી વિભાગે ડેકોરા ગ્રુપ, સ્વાગત…

1 hour ago

સુરતનાં કેબલ બ્રિજનું PM મોદી નહીં કરે લોકાર્પણ, CMને અપાશે આમંત્રિત

સુરતઃ શહેરનો કેબલ બ્રિજ ખુલ્લો મુકવા મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવે આ બ્રિજનું ઓપનિંગ નહીં કરે. 8 વર્ષ પહેલાં શરૂ…

2 hours ago

વડોદરામાં ઉજવાયો 86મો ઇન્ડિયન એરફોર્સ ડે, જવાનોએ બતાવ્યાં વિવિધ કરતબો

વડોદરાઃ શહેરનાં આકાશમાં એરફોર્સનાં જવાનોએ વિવિધ કરતબો કર્યા. આકાશી ઉડાનનાં કરતબો જોઈને વડોદરાવાસીઓ સ્તબ્ધ રહી ગયાં. શહેરમાં 86મો ઇન્ડિયન એરફોર્સ…

3 hours ago

ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કરી ભારતની પ્રશંસા, પાકિસ્તાનને આપી ગંભીર ચેતવણી

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતની પ્રશંસા કરી છે. ટ્રમ્પે જણાવ્યું કે, ગરીબોને માટે ભારતે અનેક સફળ પ્રયાસો…

3 hours ago

બેન્ક પર ગયા વગર 59 મિનિટમાં મળશે લોન

નવી દિલ્હી: નાણાં મંત્રાલયે એમએસએમઇ લોન પ્લેટફોર્મને લઇને એક મોટો નિર્ણય કર્યો છે. આ નિર્ણય હેઠળ હવે એમએસએમઇને બેન્કની બ્રાન્ચ…

5 hours ago