Categories: Gujarat

નાગરિકોની ટેક્સ અરજીના નિકાલમાં ગોકળ ગાયની ગતિ

અમદાવાદ: મ્યુનિ. કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરીજનો પૂરી પાડવામાં આવતી સેવાઓમાં ચોકસાઈ અને પારદર્શિતા જળવાય તેવા આશયથી અમદાવાદનું પોતાનું ‘અમદાવાદી એપ’ બનાવવાનાં બણગાં ફૂંકાય છે. આ ‘અમદાવાદી એપ’થી લોકોને પોતાના વિસ્તારમાં થઈ રહેલા કામની વિગતો જાણવા મળશે. તેવો તંત્રનો દાવો છે પરંતુ સામાન્ય નાગરિકોને પ્રોપર્ટી ટેક્સ જેવા રોજબરોજનાં કામોના મામલે ધક્કા ખાવા પડે છે. લોકોની ટેક્સ અરજીનો સમયસર નિકાલ થતો નથી.

મ્યુનિ. કમિશનર ડી.થારાના આગામી નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭ના ડ્રાફ્ટ બજેટમાં ઈ ગવર્નન્સ હેઠળ નાગરિકોને ‘અમદાવાદી એપ’ ઓનરશીપ કાર્ડ-પ્રોપર્ટી કાર્ડ જેવાં અનેક નવા નવાં આયોજનનાં સ્વપ્ન બતાડવામાં આવ્યાં છે. છેક ગત તા.૧ એપ્રિલ, ૨૦૧૫થી ઈ ગર્વનન્સનો હવાલો માઈક્રોટેક કંપની પાસેથી ટીસીએસ કંપનીએ લીધો છે. તેમ છતાં ટીસીએસ કંપનીની ગાડી પાટા પર ચઢી નથી! ટીસીએસ કંપનીના સોફ્ટવેર અસરકારક બન્યાં નથી.

ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬માં તંત્ર સમક્ષ શહેરના તમામ ઝોનમાંથી કુલ ૧,૨૪,૭૪૭ પ્રોપર્ટી ટેક્સ સંબંધિત અરજી આવી હતી. જે પૈકી ગત તા.૩૧ ડિસેમ્બર ૨૦૧૫ની સ્થિતિએ ફક્ત ૬૪,૪૪૨ અરજીનો નિકાલ થઈ શક્યો છે. જ્યારે હજુ લગભગ અડધોઅડધ અરજી એટલે કે ૬૦,૧૧૭ અરજીનો નિકાલ થયો નથી તેમ મ્યુનિ. કોંગ્રેસના નેતા દિનેશ શર્માએ જણાવ્યું છે. જોકે આ મામલે તંત્ર અને શાસકપક્ષ કશું કહેવા તૈયાર નથી.

નવા પશ્ચિમ ઝોનના ટેક્સ ઓફિસર પ્રશાંત શાહ કહે છે, ‘હકીકતમાં નવા પશ્ચિમ ઝોન સહિત તમામ ઝોનમાં આટલી મોટી સંખ્યામાં ટેક્સ અરજીનો નિકાલ બાકી રહ્યો નથી. પરંતુ આ માટે ટીસીએસ કંપનીના સોફ્ટવેરની ખામી જવાબદાર હોઈ નવા પશ્ચિમ ઝોનમાં ૧૧,૬૫૯ ટેક્સ અરજી બાકી બોલે છે!’

નવા પશ્ચિમ ઝોનમાં ટેક્સની સૌથી વધુ ૨૭,૮૫૧ અરજીઓ આવી છે. જે પૈકી માત્ર ૧૬,૧૯૨ અરજીનો નિકાલ થયો છે. જ્યારે ૧૧,૬૫૯ અરજીનો નિકાલ માટે નાગરિકો ધક્કા ખાઈ રહ્યા છે. જોકે તંત્ર આ માટે ટીસએસ કંપની પર દોષનો ટોપલો ઢોળે છે.

admin

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

1 day ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

1 day ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

1 day ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

1 day ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

1 day ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

1 day ago