TATAએ રજૂ કરી ઑટોમેટિક કાર, જાણો કિંમત અને ફિચર્સ

ટાટા મોટર્સે પોતાની કૉમ્પેક્ટ એસયૂવી નેક્સોનને AMT (ઓટોમેટિક મેન્યુઅલ ટ્રાન્સમિશન)ની સાથે રજૂ કરી છે. નેક્સોનના હાઇપરડ્રાઇવ S-SG (સેલ્ફ શિફ્ટ ગિયર્સ)ને પેટ્રોલ અને ડીઝલ બંને એન્જિનમાં રજૂ કરવામાં આવી છે.

નેક્સોનના આ ઓટોમેટિક વેરિયન્ટમાં પણ મેન્યુઅલી જેમ ઇકો, સિટી અને સ્પોર્ટ્સ એમ 3 ડ્રાઇવ મોડ્સ આપવામાં આવ્યા છે. મેન્યુઅલી ગેર ચેન્જ કરવાનો ઓપ્શન પણ આપવામાં આવ્યો છે. અને હેવી ટ્રાફિક માટે ક્રૉલ ફંક્શન પણ આપવામા આ્યો છે. ઉપરાંત પહાડી વિસ્તાર માટે સ્માર્ટ હિલ આસિસ્ટન્ટ ફંક્શન આપવામા આવ્યું છે.

ગાડીના ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમની વાત કરીએ તો આમાં સ્માર્ટફોન કનેક્ટિવિટી અને ટ્યૂન્ડ 8 સ્પીકર સિસ્ટમની સાથે 6.5 ઇંચ પ્લોટિંગ ડેશ-ટોપ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ છે. ડ્રાઇવરને નેવિગેશન, મ્યૂઝીક અને કૉલ કરવા માટે ઇન્ફોટેનમેન્ટથી વોકલ ઇન્ટરેક્શનની સુવિધા મળશે. આ સિસ્ટમ દ્વારા તમે એસએમએસ અને વૉટ્સએપ મેસેજને વાચી શકશો. સાથે જ એનો રિપ્લાય પણ કરી શકશો.

ઓરેન્જ કલર અને ડ્યૂઅલ ટોન રૂફ ઑપ્શન વાળી ટાટા નેક્સોનમાં 209mmનું ગ્રાઉન્ડ ક્લીયરન્સ છે. કારમાં ઇન્ટેલિજેન્ટ ટ્રાન્સમિશન કન્ટ્રોલર છે જેમાં એન્ટી-સ્ટાલ, કિક-ડાઉન અને ફાસ્ટ-ઑફ જેવા ફીચર્સ સામેલ છે.

કારના પેટ્રોલ વેરિયન્ટની કિંમત 9.41 અને ડીઝલ વેરિયન્ટની કિંમત 10.3 લાખ રૂપિયા રાખવામા આવી છે. જણાવી દઇએ કે, નેક્સોન હાઇપરડ્રાઇવ S-SG વેરિયન્ટ માત્ર ટોપ-એન્ડ XZA+ વર્ઝન સાથે જ આવશે.

Juhi Parikh

Recent Posts

OMG! જાપાનના શિક્ષકે હોલોગ્રામમાં બનેલી ગાયિકા સાથે લગ્ન પર 13 લાખ રૂપિયા ખર્ચ્યા

ટોકિયો: જાપાનના એક સ્કૂલ શિક્ષકે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોલોગ્રામ સાથે લગ્ન કરી લીધાં છે. ૩પ વર્ષીય આકીહીકો કોન્દોએ વેડિંગ સેરેમની પર…

1 min ago

ગુજરાત હાઇકોર્ટમાં પડી છે ભરતી, 10 પાસ કરી શકે છે APPLY

ગુજરાત હાઇકોર્ટમાં ઘણી બધી જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતીના માધ્યમથી પટાવાળાની જગ્યા પર ઉમેદવારની પસંદગી કરવામાં…

19 mins ago

ટેકાના ભાવે મગફળી ખરીદીનો આજે બીજો દિવસ, પ્રથમ દિવસે રૂ. 19 કરોડની ખરીદી થઈ

ટેકાના ભાવે મગફળી ખરીદીનો આજે બીજો દિવસ છે ત્યારે મગફળીની ખરીદીને લઈને ખેડૂતોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો નથી. પ્રથમ…

1 hour ago

રાજસ્થાન ચૂંટણીઃ કોંગ્રેસે જાહેર કરી પ્રથમ યાદી, રાહુલ ગાંધીના નિવાસ પર કાર્યકરોનો હંગામો

કોંગ્રેસ ગુરૂવારે રાતે રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે 132 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દીધી છે. જો કે યાદી જાહેર થયાની…

1 hour ago

પાક અધિકૃત કાશ્મીરને પોતાનું રાજ્ય બનાવવા માટે પાકિસ્તાનની આ છે નવી ચાલ

ભારતના વિરોધ છતાં પાકિસ્તાન પોતાના કબજાવાળા કાશ્મીરને સત્તાવાર રીતે પોતાની સરહદમાં ભેળવવા માટે નવા પેંતરા કરી રહ્યું છે. પાકિસ્તાન સરકારે…

1 hour ago

મ્યાનમારમાં ઉગ્રવાદી કેમ્પ પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’ની તૈયારી

નવી દિલ્હીઃ મ્યાનમારમાં ત્રાસવાદીઓની છાવણીઓ પર સર્જિકલ સ્ટ્રાઈક કરવાની તૈયારી ચાલી રહી હોવાનું જાણવા મળે છે. ઈન્ટેલિજન્સ એજન્સી સૂત્રોનાં જણાવ્યાં…

13 hours ago