TATA એ Wi-Fi હૉટસ્પૉટની સુવિધા વાળો પોર્ટેબલ વાયરલેસ ફોન લોન્ચ કર્યો

નવી દિલ્હી : જો તમે અત્યારે પણ ઓફિસમાં કે ઘરે લેન્ડલાઇન ફોનનો ઉપયોગ કરી રહ્યા હોવ તો ટાટા ડોકોમોએ એક નવુ વાયરલેસ પોર્ટેબલ લેન્ડલાઇન ફોન લોન્ચ કર્યો છે આ પોર્ટેબલ ડિવાઇસ ટાટા ફોટોન વોકીના નામથી લોન્ચ કરવામાં આવ્યો છે.જેમાં તમને વાઇ ફાઇથી માંડીને હોટસ્પોટ સુધીની તમામ સગવડ આપશે. આ ફોનમા રહેલી સગવડના કારણે રાઉટરની જરૂરીયાત જ ખતમ થઇ જશે. 

જાણો કિંમત અંગેની માહિતી* ટાટા ફોટોન વેકીની કિંમત રૂ. 2099 રૂપિયા છે. સાથે સાથે ટાટાનુ મેથલી ટેરિફ પ્લાન 499 રૂપિયામાં આવશે જેમાં 3 જીબી ટેડા અને 300 લોકલ અને STD મિનિટ ફ્રિ મળશે. આ ઉપરાંત એક પ્લાન 999 રૂપિયાનો ચે જેમાં 8 જીબી ટેડા અને 1000 STD મિનિટ્સ પોર્સટપેડ યુઝર્સને ફ્રિમાં મળશે. આ ઉપરાંત કોઇ પણ પ્લાન યુઝર પોતાની જરૂરીયાત પ્રમાણે લઇ શકે છે. 

જાણો ફોનની ખાસિયતો  * આ લેન્ડલાઇ પોર્ટેલ ડિવાઇસની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમો પોર્ટેબલ વાઇ-ફાઇ હૉટસ્પૉટ આપવામાં આવ્યુ છે. ફોટોન વોકીની મદદથી બીજા પાંચ ડિવાઇસને કનેક્ટ કરી શકાય છે. સરળ શબ્દોમાં કહીએ તો લેન્ડલાઇન ફોન તમારા ઇન્ટરનેટ કનેક્ટર અથવા તો મોડમની જેમ કામ કરશે.* ટાટા ફોટોન વૉકી એક સારૂ ડિવાઇસ છે જે લેન્ડલાઇન કોલ્સને એટેન્ડ કરવાની સાથે સાથે ઇન્ટરનેટ સર્ફ કરવાની અને બાકીના ડિવાઇસને વાઇ-ફઆઇ હૉટસ્પૉટ આપવાનુ કામ કરે છે. 

હોટ સ્પોટ કઇ રીતે કામ કરશે ? 

* વાઇ-ફાઇ હૉટસ્પૉટ એક એવુ ફિચર છે જેની મદદથી એક ડિવાઇસ તમારા ઇન્ટરનેટ કનેક્શનને બાકીના ડિવાઇસમાં વાઇ-ફાઇ સિગ્નની મદદથી મોકલી શકે છે. એવામાં જો કોઇ ડિવાઇસમાં ઇન્ટરનેટ છે તો એક કે તેનાથી વધરા ડિવાઇસ તેનાથી કનેક્ટ કરી શકાય છે. * લુક્સ અને ડિઝાઇનના હિસાબથી ટાટા ફોટોન વેકી કોઇ પણ હોલ અથવા તો કોન્ર્ફ્રેન્સ રૂમમાં લેન્ડલાઇન અને વાઇ-ફાઇ સર્વિસિજ આપવા માટે એક કામનુ ડિવાઇસ સાબિત થઇ શકે છે. અલગ-અલગ ડિવાઇસિસમાં નેટ પેક એક્ટિવ કરવાવાની જરૂર નથી પડતી, કારણકે એક ડિવાઇસમાં ઇન્ટરનેટ કનેક્શન એક્વિટવેટ હશે તો બીજા ડિવાઇસમાં પણ તેનો ઉપયોગ કરી શકાશે. 

You might also like