ક્રાંતિકારી જૈન મુનિ તરુણસાગરજી કાળધર્મ પામ્યા: આજે અંતિમ સંસ્કાર

નવી દિલ્હી: જૈન મુનિ અને ક્રાંતિકારી રાષ્ટ્ર સંત તરુણસાગરજી મહારાજ આજે વહેલી સવારે કાળધર્મ પામ્યા છે. ૫૧ વર્ષીય તરુણસાગરજી મહારાજનું સમાધિ નિધન આજે સવારે ૩.૧૮કલાકે પૂર્વીય દિલ્હીના કૃષ્ણા નગર વિસ્તારના રાધાપુરી જૈન મંદિર ખાતે થયું હતું. તેઓ છેલ્લાં થોડા સમયથી બીમાર હતા.

તેમની અંતિમ સંસ્કાર વિધિ આજે બપોરે ૩.૦૦ વાગ્યે દિલ્હીથી ૨૮ કિમી દૂર ગાઝિયાબાદના મુરાદનગર સ્થિત તરુણસાગરમ્ ખાતે કરવામાં આવશે. તેમની અંતિમયાત્રા દિલ્હીના રાધાપુરીથી મેરઠ હાઈવે પર આવેલા તરુણસાગરમ્ સુધી નીકળશે.

તરુણસાગરજીને લગભગ ત્રણ સપ્તાહ પહેલાં કમળો થયો હતો. ત્યારબાદ તેમને દિલ્હીની મેક્સ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. સ્વાસ્થ્યમાં કોઈ પ્રકારનો સુધારો જોવા ન મળતાં તેમણે સારવાર કરાવવાનું બંધ કરી દીધું હતું અને ચાતુર્માસ સ્થળ પર પરત જવાનો નિર્ણય લીધો હતો.

ગુરુવારે સવારે તેમની તબિયત વધુ લથડી હતી અને તેમને ફરીથી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમણે પોતાના ગુરુ પુષ્પદંતસાગર મહારાજ સાહેબની સ્વીકૃતિ મળ્યા બાદ સંલેખના (આહાર અને જળનો ત્યાગ કરવો) લેવાનો નિર્ણય કર્યો હતો.

દિગંબર જૈન મુનિ તરુણસાગરજી મહારાજ તેમના કડવાં પ્રવચનો માટે બહુ જાણીતા હતા. તેઓ એકદમ તીખા શબ્દોમાં પોતાનો અભિપ્રાય આપતા હતા. તેમનું મૂળ નામ પવનકુમાર જૈન હતું. તેમનો જન્મ મધ્યપ્રદેશના દમોહના ગામ ગુહજીમાં ૨૬ જૂન, ૧૯૬૭ના રોજ થયો હતો. મુનિશ્રીએ ૮ માર્ચ,૧૯૮૧ના દિવસે ઘરનો ત્યાગ કર્યો હતો. ત્યારબાદ તેમણે છત્તીસગઢમાં દીક્ષા ગ્રહણ કરી હતી.

મુસલમાન, પાકિસ્તાન, અનામત જેવા મુદ્દા પરનાં નિવેદનોએ મોટો વિવાદ ઊભો કર્યો હતો. ક્રાંતિકારી રાષ્ટ્રસંત તરુણસાગરજી મહારાજ તેમના મુસ્લિમ વસ્તીથી લઈને ટ્રિપલ તલાક અને અનામતથી લઈને પાખંડી બાબાઓ સુધીના મુદ્દાઓ પર આકરા શબ્દોમાં ટિપ્પણી કરી ચૂક્યા છે.

તેઓ રાજનેતાઓ પર પણ તીખી ટિપ્પણી કરતાં અને અન્ય સંતોને પણ લોકસભા અને રાજ્યસભામાં જઈને પ્રવચન આપવાની સલાહ આપતા હતા.

તેમણે દિલ્હીથી લઈને હરિયાણા વિધાનસભામાં ઉપદેશ-પ્રવચન આપ્યાં હતાં. તેમનાં નિવેદનોનાં કારણે ઘણી વખત મોટા વિવાદ પણ થયા હતા. આતંકવાદના મુદ્દે તેમણે એક વખત જણાવ્યું હતું કે, જેટલા આતંકવાદી પાકિસ્તાનમાં નથી, તેનાથી પણ વધુ ગદ્દારો આપણા દેશમાં છે. આ ગદ્દારોને ઓળખીને તેમની સામે કાર્યવાહી કરવી જોઈએ, જેથી આંતરિક આતંકવાદ ખતમ થઈ શકે.

તેમણે અન્ય એક નિવેદનમાં કહ્યું હતું કે, દેશના કેટલાક મુસલમાન એવા છે,જેમનું મન હિંદુસ્તાનમાં લાગતું નથી, તેમને પાકિસ્તાન મોકલી દેવા જોઈએ. જે હિંદુઓને પાકિસ્તાનમાં નથી ગમતું તેમને હિંદુસ્તાનમાં બોલાવી લેવા જોઈએ.

ગત ૧૦ ઓગસ્ટે તેમણે મુસ્લિમ મહિલાઓના ટ્રિપલ તલાકના મુદ્દે પણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, જે લોકો મુસ્લિમ મહિલાઓના કલ્યાણનાં દાવા કરે છે તે ફક્ત દેખાવ જ છે. આવા નેતાઓ કે પક્ષોને મહિલાઓના હક સાથે કોઈ સંબંધ નથી. તેઓ બસ ફક્ત રાજનીતિ કરી રહ્યા છે.

લવ જેહાદ મુદ્દે તેમણે કહ્યું હતું કે, લવ જેહાદ એ મુસલમાનોનું ષડ્યંત્ર છે. પ્રેમના નામ પર હિંદુ યુવતીઓને મુસલમાન બનાવવામાં આવી રહી છે. જો લવ જેહાદ રોકવામાં નહીં આવે તો થોડા દિવસોમાં ભારત બીજું પાકિસ્તાન બની જશે.
મુસલમાનોની વસ્તી પર પણ જૈન મુનિએ આકરું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, મુસ્લિમોની વધતી વસ્તી દેશ માટે ખતરો છે.

divyesh

Recent Posts

‘પે એન્ડ પાર્ક’નું કોકડું ગૂંચવાયું કોન્ટ્રાક્ટરોને કોઈ રસ જ નથી

અમદાવાદ: અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ટ્રાફિક નિયમનના હેતુથી હાઈકોર્ટના આદેશના પગલે એક પછી એક પગલાં લેવાઈ રહ્યાં છે, જેમાં ઓગસ્ટ…

23 mins ago

ધારાસભ્યોને બખ્ખાંઃ પગાર અને ભથ્થામાં સીધો 45 હજારનો વધારો

ગાંધીનગર: વિધાનસભાગૃહમાં આજે સાંજે અચાનક તાત્કાલિક અસરથી ધારાસભ્ય, પ્રધાન, પદાધિકારીઓના પગાર વધારા અને ભથ્થાંમાં સુધારો કરતું બિલ ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ…

32 mins ago

પેટ્રોલ-ડીઝલના ભાવવધારાના વિરોધમાં કોંગ્રેસના ધારાસભ્યો સાઈકલ ચલાવી પહોંચ્યા વિધાનસભા

ગાંધીનગર: ગઇ કાલે વિધાનસભાનું બે દિવસનું સત્ર શરૂ થયું છે ત્યારે ખેડૂતોની દેવાં માફીના મુદ્દે તેમજ અન્ય સમસ્યાઓને લઇ કોંગ્રેસની…

39 mins ago

શાહીબાગમાં સ્કૂટર પર જતી મહિલા ડોક્ટરનું ચેઈન સ્નેચિંગ

અમદાવાદ: શાહીબાગ વિસ્તારમાં સિવિલ હોસ્પિટલના મહિલા ડોક્ટર ચેઈન સ્નેચિંગનો ભોગ બન્યા હતા. અસારવા ખાતે આવેલ સિવિલ કેમ્પસમાં રહેતી અને મૂળ…

44 mins ago

Ahmedabad શહેરમાં બે વર્ષમાં ખૂનના 379, લૂંટના 798 બનાવ બન્યા

અમદાવાદ: અમદાવાદ શહેરમાં જુલાઇ-ર૦૧૮ની સ્થિતિએ છેલ્લાં બે વર્ષ દરમ્યાન લૂંટ, ખૂન, ધાડ, ચોરી, જુગાર, બળાત્કાર, અપહરણ, આત્મહત્યા, અપમૃત્યુ, ચેઇન સ્નેચિંગ…

47 mins ago

પીવાની હેલ્થ પરમિટ માટે હવે ખર્ચવા પડશે રૂપિયા ચાર હજાર

અમદાવાદ: રાજ્યમાં હવે નશાબંધીના કાયદામાં વિધાનસભાગૃહમાં સુધારો કરીને કાયદાને કડક બનાવ્યો છે તે અંતગર્ત દારૂ પીવા માટેની હેલ્થ પરમિટની નીતિને…

52 mins ago