Photos: ‘તારક મહેતા..’ના આ બાબુજી હકીકતમાં છે યંગ, બે જુડવા પુત્રોના છે પિતા

સબ ટીવીની સાથે સાથે અન્ય ચેનલોની સરખામણીમાં પણ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ નો શૉ દર્શકોમાં સૌથી લોકપ્રિય છે. આ શૉમાં જોવા મળતી અલગ અલગ ધર્મની ફેમિલી દર્શકોને ખૂબ પ્રિય છે. જો કે દર્શકોને આ શૉના કલાકારના રિઅલ પરિવાર વિશે જાણવામાં પણ એટલો જ રસ છે. સિરીયલમાં દયાબેન તરીકે કામ કરતી દિશા વાકાણીએ મયૂર સાથે લગ્ન કરી લીધા છે અને હાલમાં તે ગર્ભવતી પણ છે. આ સિરીયલમાં જ ચંપક ચાચા તરીકે 60 વર્ષના દાદાનો રોલ કરી રહેલા અમિત ભટ્ટ હકીકતમાં 44 વર્ષના છે અને તેમને બે જુડવા પુત્રો છે.

આ જ સિરીયલમાં પત્રકાર પોપટલાલનું પાત્ર ભજવતાં શ્યામ પાઠક હકીકતમાં કુંવારા નથી. તેમને સુંદર પત્ની અને બે બાળકો પણ છે. સિરીયલમાં જેઠાલાલનું પાત્ર ભજવતાં દિલીપ જોશીને પણ હકીકતમાં ટપ્પુ જેવડો જ પુત્ર છે. સબ ટીવી પર આવતી આ સિરીયલનો પહેલો એપિસોડ 28 જુલાઈ, 2008ના દિવસે ઑન એર થયો હતો. જો કે ત્યારે કોઈએ એવું વિચાર્યું પણ નહીં હોય કે આ શૉ આટલો બધો લોકપ્રિય બની જશે. આ શૉના 2000થી પણ વધુ એપિસોડ રિલીઝ થઈ ગયા છે. તો, આવો અમે તમને આ સિરીયલના પાત્રોની રિઅલ ફેમિલી વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
Tarak-13    Tarak-11

 

 

 

 

કોમલ હંસરાજ ઉર્ફે અંબિકા રંજનકર                                   ચંપકચાચા ઉર્ફે અમિત ભટ્ટ

Tarak-12 tarak-14

 

 

 

 

તારક મહેતા ઉર્ફે શૈલેષ લોઢા                                               બાઘો ઉર્ફે તન્મય વેકરિયા

Tarak-15 Tarak-18

 

 

 

 

ભીડે ઉર્ફે મંદાર ચાંદવડકર                                                    બબીતા અને માધવી ભાભીનો પરિવાર

tarak-19

Tarak-20

 

 

 

 

 

ટપ્પુ અને અંજલિ મહેતાનો પરિવાર                                        સોનૂનો પરિવાર

You might also like