VIDEO: ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનનાં 50થી વધુ કામદારોને છૂટા કરાતા રોષ

તાપીઃ ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનનાં કામદારોને અચાનક છુટા કરાતા કામદારોમાં ભારે વિરોધનો વંટોળ ઊભો થયો છે. મહિલા સહિત 50થી વધુ કામદારોને છુટા કરાતા કામદારોમાં રોષની લાગણી ભભુકી ઊઠી છે. કામદારોની તરફેણમાં કોર્ટે આપેલા ચુકાદા બાદ પણ કંપનીએ આંખ આડા કાન કરતા કામદારોએ ધરણાં પ્રદર્શન કર્યા છે.

ઉલ્લેખનીય છે કે કામદારોની તરફેણમાં કોર્ટનાં આદેશને ગણકારવામાં નહીં આવતા કામદારોએ ધરણાં ધર્યા છે. કામદારોએ પોસ્ટર પ્રદર્શન સાથે થર્મલ પાવર સ્ટેશનની સામે જ તેઓએ ધરણાં ધરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.

You might also like