VIDEO: વ્યારામાં સુમુલ ડેરીનાં વિરોધમાં પશુપાલકોની રેલી, દૂધનાં પોષણક્ષમ ભાવની માંગ

તાપી: જિલ્લાનાં વ્યારામાં સુમુલ ડેરીનાં વિરોધમાં પશુપાલકોની રેલી યોજાઈ હોવાંની એક ઘટના સામે આવી હતી. દૂધનાં પોષણક્ષમ ભાવ તેમજ ગ્રાહકોને વ્યાજબી ભાવે દૂધ આપવાની પણ પશુપાલકોની માંગ છે. સંચાલન, વહીવટ, ખર્ચ લોન વિતરણ સહિતનાં મુદ્દે પશુપાલકોની નારાજગી જોવાં મળી છે.

આ રેલીમાં ખૂબ જ મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિ ત રહ્યાં હતાં. સુમુલનાં ચેરમેન વિરૂદ્વ પશુપાલકોએ ઉગ્ર સૂત્રોચ્ચાર પણ કર્યાં હતાં અને રેલી બાદ વ્યારાનાં ઝંડાચોકમાં જાહેરસભા પણ યોજાઈ હતી.

મહત્વનું છે કે તાપી જિલ્લાનાં વ્યારા ખાતે આદિવાસી એકતા અને વિકાશ મંચ દ્વારા સુરત અને તાપી જિલ્લાનાં પશુપાલકોને સુમુલ ડેરી દ્વારા પોષણક્ષમ ભાવ નહીં આપવા સહિતનાં સાત જેટલા મુદ્દે રેલી કાઢીને ઉગ્ર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ રેલીમાં હજારોની સંખ્યામાં સુરત અને તાપી જિલ્લાનાં પશુપાલકો જોડાયાં હતાં. જે માટે પોલીસ વિભાગ દ્વારા પણ કાયદો વ્યવસ્થા જાળવવાને માટે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હતો. ​

સુમુલ ડેરી દ્વારા જ્યારથી વિવિધ દૂધ ઉત્પાદન મંડળીઓ પર ફેટ મશીન મુકવામાં આવ્યાં છે ત્યારથી પશુપાલકોને દૂધનાં પોષણક્ષમ ભાવો પણ નથી મળતાં. બીજી તરફ સુમુલ ડેરી દ્વારા આજે દૂધને મોંઘા ભાવે વેચીને તગડો નફો કમાઈ રહ્યાં હોવાનાં વિવિધ સાત જેટલા મુદ્દાઓ સાથે આજે વિશાળ સંખ્યામાં તાપી જિલ્લાનાં વડા મથક વ્યારા ખાતે રેલી કાઢવામાં આવી હતી.

આ રેલીમાં લગભગ 4થી 5 હજાર જેટલાં પશુપાલકો પણ જોડાયાં હતાં અને સુમુલનાં ચેરમેન રાજુભાઈ પાઠક વિરૂદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર પણ કરાયાં હતાં. આ મહા રેલીમાં કોંગ્રેસનાં પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો.તુષાર ચૌધરી સહિતનાં આગેવાનો ધારાસભ્યોની સાથે જનતાદળનાં નેતાઓ પણ જોડાયાં હતાં. પશુપાલકોની પણ એવી માંગ છે કે જો સુમુલ ડેરી અને તેનાં સંચાલકો તેમની આ માંગને અનુસરશે નહીં તો તેઓ દ્વારા સુમુલ ડેરીને દૂધ આપવાનું બંધ કરી દેશે.

You might also like