VIDEO: સોનગઢ-ઉકાઇ રોડ પર ટેમ્પો પલટી જતાં 2નાં મોત અને 7 ઘાયલ

તાપીઃ જિલ્લાનાં ઉકાઈ રોડ પર ટેમ્પો પલટી જતાં 2 લોકોનાં મોતનાં સમાચાર મળી આવ્યાં છે. ટેમ્પો પલટી જવાથી 2 મહિલા મજૂરનાં મોત થયાં છે સાથે અન્ય 7 જેટલાં લોકો ઘાયલ પણ થયાં છે.

જો કે ઘાયલોને સારવાર માટે સોનગઢ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. ઉલ્લેખનીય છે કે ટેમ્પો ચાલકે સ્ટીયરીંગ પર કાબૂ ગુમાવતા અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે.

તાપીનાં સોનગઢ-ઉકાઇ રોડ પર ટેમ્પો પલટી જતાં 2નાં મોત
ટેમ્પો પલટી જતાં 2 મહિલા મજૂરનાં મોત, 7 ઘાયલ
ઘાયલોને સારવાર અર્થે સોનગઢ રેફરલ હોસ્પિટલે ખસેડાયા
ટેમ્પો ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા થયો અકસ્માત

You might also like