વિશ્વમાં પ્રથમ વાર ટેલસબોન ફીટ કર્યાનું ઓપરેશન સફળ, ડોક્ટરે ઝીલ્યો પડકાર

વડોદરાઃ ટેક્નોલોજીનો માનવ કલ્યાણ માટે ઉપયોગ થાય છે ત્યારે વિજ્ઞાનનો હેતુ સાર્થક થાય છે. ટેક્નોલોજીની શક્તિ અને માનવની ઈચ્છાશક્તિ જ્યારે ભેગાં થાય છે ત્યારે જનકલ્યાણ માટે નવા સર્જનનાં વધામણાં થાય છે. છોટા ઉદેપુરનાં એ દર્દીએ અકસ્માતમાં પગ તો ગુમાવ્યો પરંતુ એક ડોક્ટરની મહેનત અને બુદ્ધિએ દર્દીને પોતાનાં પગે ચાલતો કરી દીધો. એટલું જ નહીં આ ઘટનાએ તબીબી જગતમાં નવો આયામ ઊભો કરી દીધો.

આ છે વડોદરાની માજલપુર વિસ્તારમાં આવેલી ઓર્થોપેડિક હોસ્પિટલનાં ડોક્ટર અને તેમનાં હાથમાં જોવા મળી રહ્યું છે તે છે દર્દી માટે આશીર્વાદરૂપ ટેલસબોન. ડોક્ટર આ માનવ સર્જિત ટેલસબોન હાથમાં ગૌરવભેર દર્શાવી રહ્યાં છે. આ ટેલસબોનથી દર્દીને લાભ તો થયો જ છે ને સાથે તેમનાં માટે ગૌરવશાળી સફળતા પણ નોંધાઈ ચૂકી છે. ડોક્ટરની સિદ્ધિ અને ટેક્નોલોજીનાં આશીર્વાદને જાણવા ધટનાનાં મૂળ સુધી જવું પડશે.

શહેરનાં માજલપુરમાં આવેલી એક હોસ્પિટલમાં આજથી ત્રણ મહિના પહેલાં એક અજીબોગરીબ અકસ્માતની ઘટનામાં ઘાયલ દર્દી આવ્યો હતો. અકસ્માતમાં આ દર્દીનાં પગની ઘૂંટી વચ્ચે આવતો ટેલસબોન અલગ પડી ગયો હતો. વિશ્વમાં અત્યાર સુધી ક્યારે આ ટેલસબોનને ફીટ કરવાનું કોઈ ઓપરેશન થયું નથી. પરંતુ હિંમત હારે તે બીજા ડોક્ટર. રાજીવ શાહે પડકાર ઝીલી લીધો અને એક નવું સંશોધન કર્યું.

ડોક્ટરે થ્રીડી પ્રિન્ટનાં આધારે મેટલમાંથી ટેલસબોન બનાવ્યું અને તેને ઓપરેશન કરી અને દર્દીનાં પગમાં ફિટ કર્યું. છોટા ઉદેપુરથી દાખલ થયેલાં ઘાયલ દર્દી સરતાન રાઠવાનું સફળ ઓપરેશન થયું. આજે સરતાન રાઠવા પોતાનાં પગ ઉપર ચાલી શકે છે. આવા અકસ્માતમાં દર્દીનાં પગને ટૂંકો કરવો પડે છે અથવા તો કાપી નાખવો પડે છે જો કે વડોદરાનાં તબીબે વિશ્વમાં પ્રથમ વાર મેટલનો ટેલસબોન બનાવી સફળ રીતે દર્દીનાં પગમાં ફીટ કર્યો છે અને વૈશ્વિક કક્ષાએ આ અનોખા ઓપરેશનની નામના મેળવી છે.

પહેલાનાં સમયમાં આ પ્રકારનાં અકસ્માતમાં કાંતો દર્દીનો પગ કાપી નાખવો પડતો હતો. કાંતો દર્દીનાં પગને ટૂંકો કરવો પડતો હતો. સરતાન રાઠવાને જ્યારે અકસ્માત થયો ત્યારે ઘટના સ્થળે જ પગનાં ઘૂંટી ટેલસબોન સ્થળ પર જ છૂટો પડી ગયો હતો. જો કે દર્દીનાં સગા હાડકાંનો એ ટુકડો હોસ્પિટલ લઈ આવ્યાં અને ડોક્ટરને આ હાડકાંનો એ ટુકડો જોઈને નવું સંશોધન કરવાની પ્રેરણા મળી.

ડોક્ટરે એ હાડકાનાં ટુકડાનાં આધારે મુંબઈમાં થ્રીડી ટેલસબોન મોડલ બનાવ્યું અને મેટલનો ટેલસબોન બનાવવામાં આવ્યો. ત્યાર બાદ દાખલ થયેલાં ઘાયલ દર્દી સરતાન રાઠવાનું સફળ ઓપરેશન થયું.. ડોક્ટરનાં સંશોધન અને દર્દીની શ્રદ્ધાનાં કારણે આજે સરતાન રાઠવા પોતાનાં પગ ઉપર ચાલી શકે છે.

રાજીવ શાહની આ શોધનાં કારણે વિશ્વનાં અનેક દેશોએ તેમનું સંશોધન પોતાનાં દેશોમાં આવે તે માટે ડોક્ટર રાજીવ શાહને બોલાવવામાં આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. જો કે રાજીવ શાહની આ નવી શોધ અને ઓપરેશનથી છોટા ઉદેપુરનાં એક આદિવાસી યુવકને પોતાનું અંગ પરત મળ્યું છે અને મેડિકલ ક્ષેત્રે એક નવો આયામ ઉમેરાયો છે.

Dhruv Brahmbhatt

Recent Posts

સુરત મહાનગરપાલિકા વિરૂદ્ધ લારી-ગલ્લા અને પાથરણાંવાળાઓએ યોજી વિશાળ રેલી

સુરતઃ શહેર મહાનગરપાલિકાની કચેરીએ નાના વેપારીઓ એકઠા થયાં હતાં. લારી-ગલ્લા, પાથરણાંવાળાઓએ રેલી યોજીને વિરોધ નોંધાવ્યો હતો. પાલિકાની દબાણની કામગીરીનાં કારણે…

48 mins ago

J&K: પાકિસ્તાની સેનાનું સિઝફાયર ઉલ્લંધન, આંતરરાષ્ટ્રીય બોર્ડરેથી BSF જવાન ગાયબ

જમ્મુ-કશ્મીરઃ આંતરરાષ્ટ્રીય સીમા પર સીમા સુરક્ષા બળ (BSF)નો એક જવાન લાપતા બતાવવામાં આવી રહેલ છે. અધિકારીઓએ જણાવ્યું કે, મંગળવારનાં રોજ…

1 hour ago

IND-PAK વચ્ચે 18 સપ્ટેમ્બરે હાઇ વોલ્ટેજ મુકાબલો, જાણો કોનું પલ્લું પડશે ભારે…

ન્યૂ દિલ્હીઃ એશિયા કપ 2018ની સૌથી મોટી મેચ આવતી કાલે એટલે કે બુધવારનાં રોજ સાંજે 5 કલાકનાં રોજ દુબઇમાં ભારત-પાકિસ્તાનની…

3 hours ago

ભાજપની સામે તમામ લોકો લડે તે માટે મહેનત કરીશઃ શંકરસિંહ વાઘેલા

ગાંધીનગરઃ સમર્થકો સાથે યોજાયેલી બેઠક બાદ શંકરસિંહ વાઘેલાએ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું. જેમાં તેઓએ રાજનીતિમાં નવી ઇનિંગને લઇ મહત્વની જાહેરાત…

4 hours ago

“PM મોદી પાસે માત્ર 50 હજારની રોકડ રકમ”: PMO

ન્યૂ દિલ્હીઃ દેશને ડિજિટલ બેંકિંગ અને ચૂકવણી માટે ડિજિટલ ઉપયોગને માટે પ્રોત્સાહિત કરવાવાળા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશની અર્થવ્યવસ્થાને ઓછી રકમવાળી…

5 hours ago

તમારા પાર્ટનર સામે ક્યારેય ભૂલથી પણ ન કરો આ 4 વાત, નહીં તો…

વિશ્વાસ અને ઇમાનદારીની છાપ પર જ હંમેશા સંબંધો જળવાઇ રહેતા હોય છે અને આ જ હકીકત છે. પરંતુ જો આપની…

5 hours ago