સપ્તાહમાં 3 વખત પીવો આ ડ્રિંક, પેટની ચરબી થઇ જશે દૂર

પેટ પર જમા થયેલી ચરબીને ઊતારવી સૌથી મુશ્કેલ કામ છે. આ સમસ્યા દરેક ઉંમરની વ્યક્તિને થઇ શકે છે. પેટની વધારાની ચરબી ઓછી કરવા માટે અમે અહીં કેટલીક પ્રાકૃતિક રીતો જણાવીએ છીએ. એના માટે તમારે કેટલીક સામગ્રીઓ જોઇશે. આ સામગ્રીઓ એકદમ પ્રાકૃતિક છે અને તમારા રસોડામાં પણ ઉપલબ્ધ હશે.

શરીરના અંદરના ભાગમાં જમા થયેલી ચરબી શરીર માટે ખૂબ હાનિકારક છે. જે લોકોને પેટના ભાગમાં ખૂબ ચરબી જમા થાય છે એ લોકાને મેટાબોલ્ઝિમથી સંબંધિત રોગો થવાની સંભાવના વધારે થાય છે. આ પ્રકારની ચરબીના કારણે તણાવ પેદા કરનાર હોર્મોન જેમ કે કાર્ટિસોલ અને સાઇટોકાઇન લોહીમાં સ્ત્રાવિત થાય છે.

સામગ્રી:
1 તજનો ટુકડો
1 ચમચી પીળા ફૂલનો છોડ
1 ચમચી છીણેલું આદુ
1 1/2 કપ પાણી
2 ચમચી મધ
5 ફુદીનાના પાન

બનાવવાની રીત: પાણીમાં આ દરેક સામગ્રીને મિક્સ કરો અને સારી રીતે ઉકાળો. ત્યારબાદ આ મિશ્રણને ધીમા તાપે 10 મિનીટ સુધી થવા દો.

આ પીણું સપ્તાહમાં ત્રણ દિવસ, દિવસમાં 3 વખત પીવો. સવારે ખાલી પેટે જ એનું સેવન કરો. બીજી વખતનું પીણું બપોરે જમ્યા બાદ પીવાથી આંતરડાં સાફ રહે છે. ત્રીજી વખત રાતે સૂતા પહેલા પીવો. તમને 3 જ સપ્તાહમાં એની અસર જોવા મળશે.

You might also like