CWG 2018: સુરતના હરમીત દેસાઇએ ટેબલ ટેનિસમાં માં જીત્યો ગોલ્ડ મેડલ

સુરતના હરમીત દેસાઈએ CWGમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. હરમીતે ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. મેડલ મેળવ્યા બાદ હરમીતે વીડિયો મેસેજથી પોતાની ખુશી વ્યકત કરી હતી. તો CWGમાં વધુ ગોલ્ડ મેડલ જીતવાની પણ આશા વ્યકત કરી હતી. હરમીતનો પરિવાર સુરતમાં રહે છે.

કોમનવેલ્થ ગેમ્સ 2018માં ભારતના ટેબલ ટેનિસમાં વધુ એક ગોલ્ડ મેડલ જીત્યો છે. આ ગોલ્ડ ટીમ ઇવેન્ટમાં આવ્યો છે. હરમીત દેસાઇ અને સાથિયાનની જોડીએ ડબલ્સમાં નાઇજીરિયાના ખેલાડીને 3-0થી હરાવી ગોલ્ડ મેડલ ભારતના નામે કર્યો છે.

ફાઇનલમાં પ્રવેશ માટે ભારતીય મેન્સ ટીમે સિંગાપુરની ટીમને 3-2 થી પરાજય આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે ટેબલ ટેનિસમાં ભારતીય મેન્સની ટીમે 12 વર્ષ બાદ ગોલ્ડ મેડલ જીત્યો છે. આ અગાઉ 2006માં ભારતીય ટીમે મેડલજીત્યો હતો.

You might also like