Categories: Sports

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કાંટે કી ટક્કર : દર્શકોમાં ઉત્સુકતા

અમદાવાદ : ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી20 વર્લ્ડકપ – 2016ની પ્રથમ મેચ યોજાવા જઇ રહી છે. નાગપુર ખાતે 7.30થી આ મેચ શરૂઆત થશે. અત્રે નોંધનીય છે કે વર્લ્ડકપમાં ભારતની આ પહેલી મેચ હોઇ ભારે ઉત્સુકતા જોવા મળશે. બીજી તરફ ન્યૂઝીલેન્ડ અને ભારત બંન્ને ટીમો મજબુત અને હાલ ઇનફોર્મ છે. બંન્નેનાં ખેલાડીઓ એકબીજાને આકરી ટક્કર આપે તેવા છે. જો કે ખિતાબ માટે ભારતને જ દાવેદાર માનવામાં આવી રહ્યું છે.

સચિન તેંડુલકરનું માનવું છે કે એશિયા કપમાં ધોનીનાં શોટનો જે અવાજ આવી રહ્યો છે તે ટી-20 વર્લ્ડ કપ માટે સકારાત્મક છે. સચિને કહ્યું કે વિશ્વનો કોઇ પણ ખેલાડી પોતાની ક્રિકેટ કારકિર્દી દરમિયાન હંમેશા સારા ફોર્મમાં નથી રહેતો. કારણ કે તેને પણ થાક લાગતો હોય છે તે પણ માણસ છે મશીન નહી. મે ધોનીનાં બેટથી બોલ ટકરાવા દરમિયાન થયેલો અવાજ સાંભળ્યો હતો. તે અવાજ અનુભવીને મને લાગ્યું કે આ કોઇ અલગ જ અવાજ છે. આ અવાજ પરથી સંકેત મળી રહ્યા છે કે તેની માનસિકતા બદલાઇ ચુકી છે.

અત્રે નોંધનીય છે કે એશિયા કપ જીત્યા બાદ ભારતીય ટીમનાં મનોબળમાં વધારો થયો છે. તે ઉપરાંત વર્લ્ડ કપ ભારતમાં જ હોઇ સ્થાનિક પીચનો અનુભવ પણ કામ લાગશે. ધોનીની આગેવાની હેઠલ 2007નાં વર્લ્ડ કપમાં ભારતીય ટીમ વિજેતા બની હતી. આ વર્લ્ડ કપ દરમિયાન યુવરાજસિંહ, હરભઝન સિંહ અને રોહિત શર્માનો સારોએવો દેખાવ રહ્યો હતો.

Navin Sharma

Recent Posts

એશિયા કપઃ પાકિસ્તાન સામે ભારતનો ભવ્ય વિજય, 8 વિકેટે આપ્યો પરાજય

દુબઇઃ એશિયા કપમાં આજે ટીમ ઇન્ડીયા અને પાકિસ્તાન વચ્ચે પાંચમી એવી ભવ્ય મેચનો દુબઇમાં મુકાબલો થયો. જેમાં પાકિસ્તાનની ટીમે 43…

9 hours ago

જિજ્ઞેશ મેવાણીનો બેવડો ચહેરો, કહ્યું,”ધારાસભ્યોની સાથે મારો પણ પગાર વધ્યો, સારી વાત છે”

અમદાવાદઃ ધારાસભ્યોનાં પગાર વધારા મામલે કોંગ્રેસનાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ વિશેષ પ્રતિક્રિયા આપી છે. જીજ્ઞેશ મેવાણીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને…

10 hours ago

વિધાનસભા ગૃહમાં હોબાળો, નીતિન પટેલે કહ્યું,”કોંગ્રેસની અવિશ્વાસની દરખાસ્ત નિયમ વિરૂદ્ધ”

ગાંધીનગરઃ વિધાનસભા ગૃહમાં કોંગ્રેસનાં સભ્યોએ આજે ફરી વાર હોબાળો કર્યો હતો. ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કરીને હોબાળો કર્યો હતો. કોંગ્રેસનાં ધારાસભ્યો…

11 hours ago

સુરતઃ 3 વર્ષની માસૂમ બાળકીનું બિસ્કિટ અપાવવા બહાને કરાયું અપહરણ

સુરતઃ આપણી નજર સમક્ષ અવારનવાર નાની બાળકીઓ પર દુષ્કર્મ અને અપહરણ થયા હોવાનાં કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે આવો…

12 hours ago

નવાઝ પુત્રી-જમાઇ સહિત થશે જેલમુક્ત, ઇસ્લામાબાદ HCનો સજા પર પ્રતિબંધ

ઇસ્લામાબાદ હાઇકોર્ટે પાકિસ્તાનનાં પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફની સજા પર પ્રતિબંધ લગાવી દીધો છે.નવાઝની દીકરી મરિયમ નવાઝ અને જમાઇ મોહમ્મદ સફદરની…

13 hours ago

રાજકોટઃ વાસફોડ સમાજે ઉચ્ચારી આત્મવિલોપનની ચીમકી, તંત્ર એલર્ટ

રાજકોટઃ શહેરમાં સરકાર દ્વારા ફાળવવામાં આવેલા પ્લોટની અધિકારીઓ દ્વારા માપણી ન કરવામાં આવતા વાસફોડ સમાજે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. જો…

14 hours ago