Categories: World

ફરી સીરિયામાં સંહાર, દમિશ્ક એરપોર્ટ પાસે વિસ્ફોટ

સીરિયાઃ સીરિયામાં વિસ્ફોટોનો સિલસીલો ચાલી રહ્યો છે. ત્યારે હવે સીરિયાની રાજધાની દમિશ્કમાં એક એરપોર્ટ પાસે વિસ્ફોટ થયો  હોવાની વાત સામે આવી છે. મીડિયા રિપોર્ટસ પ્રમાણે હથિયારોના ડેપોમાં આ હુમલો થયો હતો. હજી સુધી કોઇએ પણ આ હુમલાની જવાબદારી લીધી નથી. જોકે વિસ્ફોટ ખૂબ જ ભયાનક હતો.

હાલમાં જ સીરિયામાં રાસાયણિક હુમલો થયો હતો. સીરિયામાં વિદ્રોહિઓના કબ્જામાં આવેલા ઇદબિલ શહેર પર શંકાસ્પદ રસાયણિક હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં 100 લોકોના મોત થયા છે. જ્યારે 400 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ હુમલા બાદ સીરિયાની સરકાર પર સવાલો ઉઠી રહ્યા છે. આ હુમલાની તપાસ માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા  હસ્તક્ષેપની માંગ કરવામાં આવી છે.

જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે આ હુમલા માટે સીરિયાના રાષ્ટ્રપતિ અબર અલ અસદ અને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાને જવાબદાર ગણાવ્યા છે. સીરિયા સરકારને સબક શિખવવા માટે અમેરિકાએ 59 મિસાઇલ એટેક કર્યા હતા. જેમાં અનેક આતંકી માર્યા ગયા હતા. આ હુમલા દ્વારા અમેરિકીએ કથિત રીતે રશિયાને ચેતાવણી આપી હતી.

http://sambhaavnews.com/

Navin Sharma

Recent Posts

ક્રૂડ ઓઈલ 11 મહિનાની નીચી સપાટીએઃ 6.5 ટકાનો જંગી ઘટાડો

વોશિંગ્ટન: વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ ૧૧ મહિનાની સૌથી નીચી સપાટીએ આવી ગયો છે. ગ્લોબલ આર્થિક મંદી અને સપ્લાય વધવાની…

8 hours ago

CBI વિવાદમાં NSA અ‌જિત ડોભાલનો ફોન ટેપ થયાની આશંકા

નવી દિલ્હી: સીબીઆઇના આંતરિક ગજગ્રાહ વચ્ચે એક ચોંકાવનારી હકીકત બહાર આવી છે. સરકારને એવી આશંકા છે કે કેટલાય સંવેદનશીલ નંબરો…

8 hours ago

મેઘાણીનગરના કેટરરના દસ વર્ષના અપહૃત બાળકનો હેમખેમ છુટકારો

અમદાવાદ: મેઘાણીનગર વિસ્તારના ભાર્ગવ રોડ પરથી ગઇ કાલે મોડી રાતે એક દસ વર્ષના બાળકનું અપહરણ થતાં ચકચાર મચી ગઇ હતી.…

8 hours ago

સાયન્સ સિટીમાં દેશની પહેલી રોબોટિક ગેલેરી ખુલ્લી મુકાશે

અમદાવાદ: આપણે અત્યાર સુધી રોબોટની સ્ટોરી ફિલ્મો જોઈ હશે પણ આવી કાલ્પનિક કથા વાસ્તલવિક રૂપમાં હવે અમદાવાદ અને દેશમાં પહેલી…

8 hours ago

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બાવીસ વર્ષ પછી ક્લાર્ક કક્ષાએ બઢતી અપાઈ

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા ગઈ કાલે બાવીસ વર્ષ બાદ કલાર્ક કક્ષાના કર્મચારીઓને સિનિયોરિટીના આધારે બઢતી અપાતાં કર્મચારીઓમાં ભારે આનંદની…

8 hours ago

Ahmedabadમાંથી વધુ એક કોલ સેન્ટર પકડાયુંઃ રૂ.84 લાખ જપ્ત

અમદાવાદ: ગેરકાયદે ચાલતા કોલ સેન્ટરમાં પોલીસની ધોંસ વધતાં હવે લોકો તેમના ઘરમાં નાના નાના પાયે કોલ સેન્ટર ચલાવી રહ્યા છે.…

8 hours ago