YouTube પર નંબર વન બન્યું સલમાન-કેટરિનાનું ગીત ‘સ્વેગ સે સ્વાગત’

મુંબઇ: સલમાન ખાન બોલિવૂડના સૌથી વધુ કમાણી કરનારા અભિનેતાઓમાંથી એક છે. એવું લાગી રહ્યું છે કે કોઇ પણ ફિલ્મને ૧૦૦ કરોડની કલબમાં સામેેલ કરવા માટે તેમાં સલમાનનું હોવું જરૂરી છે. તેનું એક મોટું કારણ એ છે કે સલમાન ખાનનું તગડું ફેન ફોલો‌ઇંગ. તેની ફિલ્મોની ફેન્સને હંમેશાં રાહ રહેતી હોય છે.

હવે સલમાનના ફેન્સે તેને વધુ એક ઉપલબ્ધિથી નવાજયો છે. સલમાન ખાન અને કેટરીના કૈફનું ગીત ‘સ્વેગ સે સ્વાગત’ યુ ટયૂબ પર સૌથી વધુ જોવાઈ રહેલું હિંદી ફિલ્મનું ગીત બની ગયું છે. આ ગીતે રણવીરસિંહ અને વાણી કપૂરનાં ગીત ‘નશે સી ચઢ ગઇ’ને પાછળ પાડી દીધું છે. ફિલ્મ ‘બેફિકરે’નું આ ગીત લગભગ એક વર્ષ સુધી ટોપ પર રહ્યું હતું.


૪ર૩ મિલિયન વ્યૂઝ સાથે આ ગીત ટોપ પર રહ્યું હતું. એનાથી એ તો સ્પષ્ટ હતું કે આ ગીતનેે પાછળ રાખવું બીજા કોઇ પણ ગીત માટે મુશ્કેલ હતું, પરંતુ આખરે સલમાન ખાન અને કેટરીના કૈફનાં ગીત ‘સ્વેગ સે સ્વાગત’ એ આ મુશ્કેલી પણ પાર કરી લીધી છે.


યુ ટયૂબ પર આ ગીતના અત્યાર સુધી ૪રપ મિલિયન વ્યૂઝ થઇ ગયા છે. આગામી ફિલ્મની વાત કરીએ તો સલમાન ખાને તાજેતરમાં ફિલ્મ ‘રેસ ૩’નું ટ્રેલર લોન્ચ કર્યું છે. આ ટ્રેલરને પણ ફેન્સે ખૂબ જ જોયું અને શેર કર્યું. ‘રેસી૩’માં સલમાનની ઓપોઝિટ જેકલીન ફર્નાન્ડીઝ દેખાશે. આ ફિલ્મના ઇદના દિવસે રિલીઝ થશે.

You might also like