ખતરનાક બિમારીઓના ઇલાજ માટે ખાવ શક્કરિયાના પાન

0 3

શક્કરિયામાં આયર, ફોલેટ, કોપર, મેગ્નેશિયમ અને વિટામીન હોય છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. પરંતુ શું તમે એના પાન વિશે જાણો છો. શક્કરિયાના પાનમાં એમાં વિટામીન સી અને એન્ટીઓક્સીડેન્ટ રહેલા હોય છે જે આપણા શરીરને ઘણી ખતરનાક બિમારીઓ સામે બચાવવા માટે મદદરૂપ કરે છે. એનું સેવન તમે શાક અથવા સલાડના રૂપમાં કરી શકો છો.

ચલો તો જાણીએ શક્કરિયાના પાનના સ્વાસ્થ્ય લાભ વિશે

1. ડાયાબિટીસમાં શક્કરિયાના પાન એક દવાનું કામ કરે છે. એમાં એફએબીએલ નામનું તત્વ જોવા મળે છે જે બ્લડ સુગરના સ્તરને ઓછું કરવામાં ઘણું મદદ રૂપ થાય છે.

2. શક્કરિયાના પાનમાં એન્ટી કાર્સિનોજેન મલી આવે છે જે કેન્સર સામે લડવામાં મદદરૂપ કરે છે.

3. શક્કરિયાના પાનમાં ફાયબર ભરપૂર પ્રમાણમાં હોય છે જે સોજા દૂર કરવામાં ખૂબ મદદરૂપ થાય છે.

4. શક્કરિયાના પાનમાં વિટામીન, પોલીફેનોલિક્સ અને એન્થોસાયનિન પહેલા હોય છે જે બ્લડ પ્રેશરને સામાન્ય બનાવી રાખવામાં મદદ કરે છે. આ ઉપરાંત આ પાનનું દરરોજ સેવન કરવામાં આવે તો આ તમને તણાવ મુક્ત રાખવામાં પણ મદદ કરે છે.

5. નિયમિત રૂપથી એનું સેવન કરવાથી તમે કબજિયાત જેવી સમસ્યાઓમાં રાહત મેળવી શકો છો. આ ઉપરાંત શક્કરિયાના પાન તાવ, શરદી અને ફ્લૂ દૂર કરવામાં પણ મદદ કરે છે.

visit: http://sambhaavnews.com/health/

loading...

Leave A Reply

Your email address will not be published.