OMG! આ ઇલેકટ્રિક બાઇક એક વખત ચાર્જ કરવાથી ચાલશે 80 કિમી…

સ્વીડનની મોટરબાઇક બનાવતી કંપની CAKE એ નવી ઇલેકટ્રિક ઓફ રોડ મોટરબાઇક બનાવી છે. આ મોટરબાઇકનું નામ કંપનીએ Kalk રાખ્યું છે. શું છે આ બાઇકમાં ખાસિયત છે ચાલો જાણીએ….

કાક એક હાઇ પરફોર્મન્સ અને લાઇટવેટ ઇલેકટ્રિક મોટરબાઇક છે. તેનું વજન 70 કિલોગ્રામ છે અને તેમાં 2.6 kWh લિથિયમ આયન બેટરી મુકવામાં આવી છે. આ બેટરી 20 બીએચપી પાવર જનરેટ કરે છે. એક વખત ચાર્જ કરવામાં આવેલ આ બાઇક 80 કિમી સુધી જઇ શકે છે. આ બાઇકની ટોપ સ્પીડ 80 કિમી પ્રતિ કલાક છે. Kalk ની મોટર 42 ન્યૂટન મીટર પીક ટોર્ક જનરેટ કરે છે.

આ ઇલેકટ્રિક મોટરબાઇક ઓહલિંસ સસ્પેન્શન પર ચાલે છે. તેના એકસલ્સ, હબ્સ, ટાયર વગેરેને કંપની પોતાના ઇનહાઉસમાં તૈયાર કરે છે. આ બાઇકમાં ત્રણ રાઇડીંગ મોડસ છે. તેમાં પ્રથમ મોડ ડિસ્કવર છે.

તેમાં 45 કીમી પ્રતિ કલાક સુધી મેક્સિમમ સ્પીડ રાખી શકાય છે. બીજો મોડ એક્સપ્લોરર મોડ છે. તેમાં લાંબી રાઇડ માટે ઉપયોગમાં લઇ શકા છે. ત્રીજો મોડ એકસાઇડ મોડ છે જે બાઇકને સૌથી વધારે સ્પીડ, પાવર અને એક્સલેરેશન આપે છે. આ બાઇકની ફ્રેમ એલ્યુમિનિયમ પર બની છે, જ્યારે બોડી કાર્બન ફાઇબરની છે.

આ બાઇક માટે હાલમાં પ્રી-ઓર્ડર કરી શકાય છે પરંતુ હાલમાં અત્યારે માત્ર 50 યુનિટ જ બનાવામાં આવશે. આ બાઇક માટે અંદા 63 હજાર રૂપિયા જમા કરાવા પડશે. બાઇકની કુલ કિંમત 8.9 લાખ રૂપિયાની આસપાસ હશે.

You might also like